Rajkot, તા.1
રાજકોટ શહેરમાં સવારે બફારા બાદ બપોરથી ફરી આગઝરતી લૂંએ દઝાડવાનું શરૂ કરેલ હતું. જેથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા. સ્થાનિક હવામાન કચેરી અનુસાર બપોરે 2-30 કલાકે શહેરનું તાપમાન 42.4 ડિગ્રી સુધી પહોંચી ગયુ હતું.
જયારે આવા આકરા તાપની તિવ્રતા 22 કી.મી.ની ઝડપે ફુંકાતી આગઝરતી લૂંએ વધારી દીધી હતી. બપોરે હવામાં ભેજ 24 ટકા રહેવા પામ્યો હતો. જયારે સવારમાં 8-30 કલાકે રાજકોટનું તાપમાન 29.6 અને લઘુતમ તાપમાન 26 ડીગ્રી નોંધાવા પામ્યુ હતું. તેમજ સવારે હવામાં ભેજ 75 ટકા રહ્યો હતો અને પવનની સરેરાશ ઝડપ 14 કી.મી. રહેવા પામી હતી.

