Rajkot, તા.1
ગુજરાતના જૂની પેઢીના પીઢ રાજકીય આગેવાન અને પ્રખર રાષ્ટ્રવાદી સ્વ.ચીમનભાઈ શુક્લના ધર્મપત્ની સ્વ.મધુબેન શુક્લ નું અવસાન થતા તેમના સુપુત્રો અને રાજકીય અને ભાજપ અગ્રણી કૌશિકભાઈ શુક્લ, કશ્યપભાઈ શુક્લ, કોર્પોરેટર નેહલભાઈ શુક્લ, સુપુત્રી ભાજપ મહિલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણીની સહમતી થી તેઓની માતા સ્વ.મધુબેન ચીમનભાઈ શુક્લના ચક્ષુનું દાન બે દૃષ્ટિહીન બાંધવના જીવનમાં રોશની ફેલાઈ તે શુભ હેતુ થી તેમના માતા સ્વ. મધુબેન ના ચક્ષુ નું દાન વિવેકાનંદ યુથ ક્લબ માર્ગદર્શક મુકેશભાઈ દોશી તથા ચક્ષુદાન અભિયાન સંયોજક અનુપમ દોશી અને ઉપેનભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ માટે ડો. હેમલ કણસાગરાએ સહકાર આપેલ. સંસ્થાનું આ 203મુ ચક્ષુદાન છે. સંસ્થાએ શુક્લ, પરિવારનો આભાર માનેલ. શહેરીજનોને પોતાની આસપાસ પડોશમાં પરિવારમાં કે અન્ય કોઈના અવસાન વેળાએ ચક્ષુદાન સ્કીન ડોનેટ, દેહદાન માટે પ્રેરણા આપવા અને માનવતાના ઉમદા કાર્યમાં સહભાગી બનવા અપીલ સહ વિનંતી છે. ચક્ષુદાન વિગેરે માટે કોઈ પણ સમયે સમિતિના અનુપમ દોશી, 94282 83796 અથવા ઉપેનભાઈ મોદી, 98240 43143નો સંપર્ક સાધવો.

