ફર્ટિલાઇઝર્સ પ્લાન્ટ માટે ગેસની કુલ ફાળવણી વધારીને તેમના છ મહિનાના સરેરાશ વપરાશના આશરે ૯૮ ટકા કરવામાં આવી
New Delhi, તા.૪
એલપીજી કનેક્શનની નિર્ભરતામા ઘટાડો કરવાના વ્યાપક પ્રયાસોના ભાગરૂપે માર્ચ ૨૦૨૬થી આશરે ૫.૯૬ લાખ પીએનજી કનેક્શન કાર્યરત કરાયા છે અને વધુ ૨.૬૮ લાખ કનેક્શન માટે ઇન્ળાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું છે. આનાથી આ સમયગાળામાં ૮.૬૪ લાખ કનેક્શનની નવી ક્ષમતા ઊભી કરાઈ હતી. આ ઉપરાંત આશરે ૬.૬૬ લાખ ગ્રાહકોએ નવા કનેક્શન માટે નોંધણી કરાવી હતી. પેટ્રોલિયમ મંત્રાલયે આપેલી માહિતી મુજબ ૧ મે સુધી ૪૩,૩૫૦ પીએનજી ગ્રાહકોએ તેમના એલપીજી કનેક્શન પરત કર્યા છે. એપ્રિલ ૨૦૨૬ પછીથી ૫ કિગ્રાના ૨૨.૭૮ લાખ સિલિન્ડરનું વેચાણ થયું હતું. ૩ એપ્રિલથી જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ૫ કિગ્રાના સિલિન્ડર માટે આશરે ૯,૯૮૦ જાગૃતિ કેમ્પનું આયોજન કર્યું હતું અને આશરે ૧,૭૧,૦૦૦ સિલિન્ડરનું વેચાણ કર્યું હતું. કંપનીઓએ એપ્રિલ ૨૦૨૬થી આશરે ૧૦૮,૩૪ લાખ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનું વેચાણ કર્યું હતું. આ ઉપરાંત ફર્ટિલાઇઝર્સ પ્લાન્ટ માટે ગેસની કુલ ફાળવણી વધારીને તેમના છ મહિનાના સરેરાશ વપરાશના આશરે ૯૮ ટકા કરવામાં આવી હતી. તમામ રિફાઇનરીઓ ક્રૂડ ઓઇલની પૂરતી ઇન્વેન્ટરી સાથે ઊંચી ક્ષમતાએ કાર્યરત છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક જાળવી રાખવામાં આવ્યો છે. રિફાઇનરીઓમાં ડોમેસ્ટિક એલપીજીના ઉત્પાદનમાં વધારો કરાયો છે. આ ઉપરાંત બજારમાં પેટ્રોકેમિકલ ફીડસ્ટોક સપ્લાયની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે આંતર મંત્રાલય જોઇન્ટ વર્કિંગ ગ્રૂપની રચના કરાઈ છે. ઇંધણના મોરચે સરકારે જણાવ્યું હતું કે દેશભરમાં તમામ રિટેલ આઉટલેટ રાબેતા મુજબ કામગીરી કરી રહ્યાં છે.

