New Delhi,તા.23
આવકવેરા વિભાગ હવે માલીક-કંપની કે પેઢી દ્વારા તેના કર્મચારીઓને જે વેતન-ભથ્થા ચુકવાય છે તે સંબંધમાં બન્નેના આવકવેરા રિટર્નમાં જે મીસમેચ-વિસંવાદીતા છે તે દુર કરીને સ્પષ્ટ રીતે રિટર્નમાં દર્શાવવા જણાવ્યુ છે.
આવકવેરા વિભાગે લગભગ 20000 જેટલા રીટર્નમાં આ પ્રકારની વિસંવાદીતા જોઈ છે અને તેને હવે અલગથી સ્કુટીનીમાં લેવાયા છે. આઈટીના ધ્યાનમાં આવ્યુ છે કે કરદાતા ટેક્ષ લાભ લેવા માટે કેટલીક જોગવાઈઓનું `સ્વેપીંગ’ એકબીજા સાથે બદલે છે.
જેમકે કેટલાક કર્મચારીઓ જેને ઉંચા હાઉસ રેન્ટ એલાઉન્સના દાવો કર્યો છે. તેને બદલે તેમાં આવકવેરાની કલમ 10(4) જેમકે અન્ય લાભ જેમકે યાત્રા-પ્રવાસ-શિક્ષા-પહાડી ક્ષેત્રમાં કામ કરવા જે ખાસ ભથ્થા મળે છે તે હેઠળ દર્શાવે છે.
આ પ્રકારની તપાસમાં કરદાતાના દાવા રૂા.50000થી રૂા.1 લાખ સુધીના છે અને હવે તે યોગ્ય કર કલમ હેઠળ દર્શાવવા જણાવાયું છે. આ માટે આવકવેરા વિભાગ હવે એનાલીટીક ટુલનો પણ ઉપયોગ કરે છે. જેનાથી આ પ્રકારના `સ્વેપ’ તુર્તજ દેખાઈ જાય છે. હવે આ માટે ઈ-મેલ મોકલવામાં આવી રહ્યા છે.
આ સમગ્ર કવાયતમાં કરદાતાને ફોર્મ નં.24 કયુ સંબંધીત ટીડીએસ તેઓએ જે કાયદો હોય છે તેનું વિશ્લેષણ કરીને ભુલ પારખવા જણાવે છે. ખાનગી કંપનીઓ ઉપરાંત કેટલીક સરકારી કંપનીઓના રિટર્નમાં પણ આજ જોવા મળ્યુ છે.
ખાસ કરીને હવે આવકવેરા વિભાગે તેના ડેટા વિશ્લેષણમાં જે રીતે આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ શરૂ કર્યો છે તો તેમાં ઝડપથી સટીકતાથી ભુલ જોવા મળે છે. જેથી હવે આવક-ખર્ચની ચોકકસતા વધુ ધારદાર બનશે.

