New Delhi તા.5
વિધાનસભા ચુંટણીના પરિણામો આવતા જ પાંચ રાજયોમાં સરકાર રચવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે અને ખાસ કરીને બે રાજયો કે જયાં મુખ્યમંત્રીના નામથી લઈ સરકારની બહુમતી અંગે રસપ્રદ ચર્ચા છે તેના પર નજર છે.
આસામમાં ભાજપે ત્રીજી વખત સતા મેળવી છે અને મુખ્યમંત્રી તરીકે વર્તમાન સીએમ હિમંતા બિશ્વા સરમા ફરી સતા સંભાળે તેવા સંકેત છે. જો કે કેરળમાં યુડીએફને સતા મળી છે અને કોંગ્રેસ મોવડીમંડળ કોને મુખ્યમંત્રી બનાવે તેના પર નજર છે.
તામિલનાડુમાં અભિનેતા વિજયને 108 બેઠકો પર વિજય મેળવ્યો છે. પરંતુ 234 બેઠકોની વિધાનસભામાં બહુમત માટે તેને 10 ધારાસભ્યોનો જ ટેકો જરૂરી છે. હવે તે કોની પાસેથી મેળવશે તેના પર નજર છે.
મુખ્યમંત્રી તરીકે અભિનેતા વિજય પ્રથમ વખત શપથ લેશે. તેઓએ રાજયપાલ સમક્ષ બહુમતી સાબીત કરવા બે સપ્તાહનો સમય માંગ્યો છે. તેમને સૌથી મોટા પક્ષ તરીકે સરકાર રચવા માટે પહેલું આમંત્રણ મળશે તે નિશ્ચિત છે.
હવે ડીએમકે સાથે કોંગ્રેસે ચુંટણી લડી હતી અને પાંચ બેઠકો મળી છે. માનવામાં આવે છે કે તે ટીવીકેને ટેકો આપી શકે છે. આ જ રીતે ભારતીય માર્કસવાદી સામ્યવાદી પક્ષ ઉપરાંત રાજયના સ્થાનિક પક્ષ વીસીકે પાસે બે-બે બેઠક છે અને તે પણ વિજય સાથે જઈ શકે છે. હવે રાજયપાલ કઈ રીતે અભિનેતા વિજયને સરકાર બનાવવા આમંત્રણ આપે છે. તેના પર નજર છે.

