Lucknow ,તા.૮
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચ સુપ્રીમ કોર્ટ આ કેસ સંબંધિત એક અરજી પર સુનાવણી કરી રહી હતી. સુનાવણી દરમિયાન, કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા દાખલ કરાયેલા સ્ટેટસ રિપોર્ટ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો, અને કહ્યું હતું કે રિપોર્ટમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે સાક્ષીઓ કોર્ટમાં કેમ હાજર નથી થઈ રહ્યા.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ટ્રાયલમાં સતત વિલંબ ન્યાયિક પ્રક્રિયાને અસર કરી શકે છે. કોર્ટે ટ્રાયલ કોર્ટના પ્રિસાઇડિંગ જજને સાક્ષીઓની હાજરી સુનિશ્ચિત કરવા માટે કાયદા હેઠળ જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે ટ્રાયલ સમયસર પૂર્ણ કરવા માટે પ્રયાસો કરવા જોઈએ અને ટ્રાયલની પ્રગતિ અંગેનો નવો સ્ટેટસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવો જોઈએ.
આ કેસ ૩ ઓક્ટોબર, ૨૦૨૧ ના રોજ ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લાના ટિકુનિયા વિસ્તારમાં થયેલી હિંસા સાથે સંબંધિત છે. તે દિવસે, ખેડૂતો નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની મુલાકાતનો વિરોધ કરી રહ્યા હતા. એવો આરોપ છે કે એક જીેંફ વિરોધ કરી રહેલા ખેડૂતો પર ચઢી ગઈ હતી, જેમાં ચાર ખેડૂતોના મોત થયા હતા.
આ ઘટના બાદ વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. ગુસ્સે ભરાયેલા ખેડૂતો દ્વારા એક ડ્રાઇવર અને બે ભાજપના કાર્યકરોની કથિત રીતે માર મારવામાં આવી હતી. હિંસામાં એક પત્રકારનું પણ મોત થયું હતું, જેના કારણે આ ઘટનામાં કુલ મૃત્યુઆંક આઠ થયો હતો.
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા આ કેસમાં મુખ્ય આરોપી છે. તપાસ બાદ, ટ્રાયલ કોર્ટે ડિસેમ્બર ૨૦૨૩ માં આશિષ મિશ્રા અને અન્ય ૧૨ આરોપીઓ સામે હત્યા, ગુનાહિત કાવતરું અને અન્ય ગંભીર ગુનાઓની કલમો હેઠળ આરોપો ઘડ્યા હતા. આ પછી, કેસમાં નિયમિત સુનાવણી શરૂ થઈ.

