New Delhi, તા.14
આજકાલ નકલી સિમ કાર્ડની સમસ્યા ખૂબ વધી ગઈ છે. કેટલાક લોકો તમારા આધાર કાર્ડનો ખોટો ઉપયોગ કરીને તમારા નામે સિમ લઈ લે છે. બાદમાં તે સિમ દ્વારા ફ્રોડ, છેતરપિંડી, સાયબર ક્રાઈમ અથવા ખોટી પ્રવૃત્તિઓ થવા પર પોલીસ સૌથી પહેલાં તમારી પાસે પહોંચે છે.
આવા સંજોગોમાં તમાં નામ વગર કારણે પોલીસ કેસમાં આવી શકે છે. તેથી સમય રહેતાં એ તપાસ કરી લેવી ખૂબ જરૂરી છે કે તમારા નામે કેટલા સિમ કાર્ડ રજિસ્ટર્ડ છે.
પોતાનાં નામે નકલી સિમ કેવી રીતે ચેક કરવું?
સરકારે આ માટે સંચાર સાથી પોર્ટલ બનાવ્યું છે. આ સંપૂર્ણપણે મફત અને સુરક્ષિત છે.
તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટર પર બ્રાઉઝર ખોલો અને sancharsaathi.gov.in ટાઈપ કરો.
‘નો યોર મોબાઈલ કનેક્શન’ વિકલ્પ પસંદ કરો.
તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા ભરો. ઓટીપી આવશે, તે દાખલ કરો.
સ્ક્રીન પર તમારા નામે રજિસ્ટર્ડ તમામ મોબાઈલ નંબર દેખાશે.
જો તમને કોઈ અજાણ્યો નંબર દેખાય જે તમે ક્યારેય લીધો નથી, તો તરત જ તે પોર્ટલ પર ‘નોટ માય નંબર’ પસંદ કરીને રિપોર્ટ કરો.
નકલી સિમ બ્લોક કરવાની પ્રક્રિયા
પોર્ટલ પર જ સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર (CEIR) સેક્શનમાં જાઓ.
નકલી નંબરની ફરિયાદ નોંધાવો. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
થોડા જ સમયમાં તે નંબર બ્લોક થઈ જાશે.

