RAJKOT.તા.14
કિશાનપરા નજીક ફ્લેટનું કામ કરનાર મિસ્ત્રીએ ઠગાઈ આચરી હતી અને કામ ન કરી લાખો રૂપિયા પડાવી મોરબી નાસી છૂટતાં પોલીસ કમિશ્નરને અરજી કરી ન્યાય અપાવવા વૃધ્ધએ માંગણી કરી હતી.
પોલીસ કમિશ્નરને કિશાનપરા નજીક કોર્પોરેશન સોસાયટીમાં રહેતાં અરજદારે આપેલ અરજીમાં જમાલ ખાન જુણેજા, અસકર જુણેજા અને ચંદન મેહરનું નામ આપી જણાવ્યું હતું કે, તાજેતરમાં 1પ0 ફુટ રીંગ રોડ ઉપર ” આર. કે. પાર્ક વ્યુ’ નામના બિલ્ડીંગમાં એ/1116 નંબરનો ફલેટ ખરીદ કરેલ હતો.
જે ફલેટમાં અમારે ફર્નિચર કામ કરાવવાનું હોય, આ કામના આરોપીઓએ અમારા સંબંધી મારફત અમારા પરિચયમાં આવેલ અને પોતે ખુબ જ મોટા સુથારીકામના કોન્ટ્રાકટ રાખે છે અને તેઓ સમયમર્યાદામાં અને વ્યાજબી ભાવે કામ કરી આપે છે તેવું જણાવી ફલેટના ફર્નિચર અને સુથારીનું કામ મજુરીથી રાખવા માટે સહમત થયેલ હતા. જેથી તેઓની સાથે મજુરીના ભાવો નકકી કરેલ અને ફલેટની ચાવી સોંપી આપેલ હતી.
કામ નકકી થયેલ તે વખતે તેઓ તરફથી ચાર માસમાં સંપૂર્ણ કામ કરી આપશે તેવી ખાત્રી આપેલ અને માલ-સામાન અમારે ખરીદી દેવાનો હતો તેવી સમજુતી થયેલ જેથી આરોપીઓની સુચના મુજબ તેઓની જરૂરીયાત મુજબના સનમાઇકા, પ્લાયવુડ જેવા જરૂરી ફર્નિચરને લગતો માલ-સામાન પુરો પાડી આપેલ હતો.
સમયમર્યાદામાં કામ થતું ન હોય તેઓને અવારનવાર તાત્કાલીક કામ કરવાનું જણાવતાં ત્યારે પૈસાની માંગણી કરતા જેથી તેઓને કહેતા કે, “તમે જેટલું કામ કરેલ હોય તેનું માપ-સાઈઝ અને હિસાબ આપો ‘ તો તે વખતે આરોપીઓ કહેતા કે, ” અમે તમને એકસાથે હિસાબ આપી દેશું.
જેથી આરોપીઓ ઉપર ભરોસો રાખી સકુરખાનને કટકે-કટકે કુલ રકમ રૂા.2,90,000 જેવી રકમ ચુકવી આપેલ હતી તેમજ આરોપીએ આ સિવાય તેઓની જરૂરીયાત મુજબ કટકે-કટકે રોકડ રકમ પણ આપેલ હતી. આ સિવાય તેઓના માટે રહેવાની તથા ભોજનની વ્યવસ્થા અમોએ અમારા ખર્ચે કરી આપેલ હતી.
આરોપીઓએ આપેલ વિશ્વાસ મુજબ કામ કરેલ ન હતું જેથી તેઓની પાસે થયેલ કામનું માપ આપવાનો આગ્રહ રાખતા, માપ આપતા ન હતા. ત્યારબાદ તેઓ તરફથી માપ આપવામાં આવેલ જે અંદાજે 1300 ફુટ જેટલું જ થતું હતું જે પૈકી ફકત 40% થી 45% જ કામ અધુરૂ થયેલ હતું અને તમામ કામ અધકચરી સ્થિતિમાં રાખેલ હતા
જેથી તેઓને સમજાવેલ કે, અમારી પાસેથી તમારી મજુરી કરતા વધુ રકમ મેળવી લીધેલ છે અને તમોએ મંગાવેલ માલમાં વેસ્ટેજ કરીને મને ખુબ જ મોટું આર્થિક નુકશાન કરેલ છે.
તો આરોપીઓએ કોઈ જવાબ આપતા ન હતા જેથી તેઓને અવારનવાર વોટસએપ મારફત પણ અમાં કામ વહેલામાં વહેલી તકે પુરૂ કરી આપવાનું જણાવતાં તેમ છતાં તેઓ કામ અધુરૂ મુકી મોરબી મુકામે ચાલ્યા ગયેલ છે અને તેઓને ફોન કરતાં તેઓ વાયદાઓ કર્યે રાખે છે અને અમારૂં કામ પૂર્ણ કરેલ નથી.

