Rajkot, તા.14
રાજકોટ જિલ્લામાં રેશનીંગની દુકાનોમાં ગેરરીતિ ડામવા માટે જિલ્લા પુરવઠા અધિકારી આશિષ ઝાપડાના માર્ગદર્શન હેઠળ કરાયેલ તપાસણી દરમિયાન છ દુકાનોમાં ગંભીર ક્ષતિઓ અને અનાજના પુરવઠામાં ઘટ હોવાનું ખુલતા આ છ દુકાનોના પરવાનેદારોને રૂા.1,72,954દંડ ફટકારવામાં આવેલ છે.જેમાં રાજકોટ તાલુકાના ભુપગઢ ગામની રેશનીંગની દુકાનના પરવાનેદાર ભૂપગઢ જુથ સેવા સહકારી મંડળીને રૂા.13574નો દંડ ફટકારવામાં આવેલ છે.
જ્યારે આટકોટની રેશનીંગ દુકાનના પરવાનેદાર વિનુભાઇ દેવજીભાઇ યાદવને રૂા.8681 લોધીકાના કાંગસીયાળીની રેશનીંગની દુકાનના દુકાનદાર સોલંકી નંદરાજસિંહ ચિનુભાને રૂા.67080 કોટડા સાંગાણીના મોટા માંડવાની રેશનીંગની દુકાનના પરવાનેદાર ધનજીભાઇ કરશનભાઇ પારખીયાને રૂા.19722 તેમજ ખડવાવડીની રેશનીંગની દુકાનના વેપારી જયંતિભાઇ મકવાણાને રૂા.64265 અને દેવગામના રેશનીંગની દુકાનના પરવાનેદાર બગથરીયા જાગૃતિબેન રમેશભાઇને રૂા. 17632નો દંડ ફટકારવામાં આવેલ છે. આમ કુલ જિલ્લાના છ દુકાનદારોને આ રૂા.1,72,954નો દંડ ફટકારવામાં આવેલ છે.
જિલ્લા પુરવઠા અધિકારી આશિષ ઝાપડાના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં જિલ્લાની રેશનીંગની દુકાનોમાં ગેરરીતિ ડામવા માટે પુરવઠા ઇન્સ્પેક્ટરો દ્વારા તપાસણી કરવામાં આવી હતી જેમાં ગંભીર ક્ષતિઓ ખુલ્લી પડી હતી. આ ઉપરાંત દુકાનોના સ્ટોક રજિસ્ટર અને પ્રત્યક્ષ જથ્થામાં તફાવત અને વિતરણ વ્યવસ્થામાં પણ અનિયતતા ખુલ્લી પડી હતી જેના પગલે આ છ દુકાનોના પરવાનેદારોની આ મામલે સુનાવણ કરી આ દંડાત્મક કાર્યવાહી પુરવઠા અધિકારી ઝાંપડા દ્વારા કરવામાં આવી છે.

