Surendranagar તા.15
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને જોરાવરનગર પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ 63,040નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા પોલીસવડાની સૂચનાથી સુરેન્દ્રનગર શહેરમાં દારૂ-જુગારની બદીઓ નાબૂદ કરવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત, જોરાવરનગર પોલીસના રવિભાઈ અલગોતર સહિતના સ્ટાફને રતનપરની ગાંડાવાડીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે પોલીસે દરોડો પાડી રફીક આદમભાઈ કટીયા, હૈદર મહમદભાઈ મુલ્લા, અલ્તાફ ઉર્ફે શેમ્પુ કાદરભાઈ કટીયા અને સલીમ કાળુભાઈ ભટ્ટીને ગંજીપાના વડે જુગાર રમતા રંગેહાથ પકડી પાડ્યા હતા.
પોલીસે તેમની પાસેથી રોકડા 8,040, 40,000ની કિંમતનું એક બાઈક અને ₹15,000ના ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ 63,040નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે જોરાવરનગર પોલીસ મથકે ચારેય શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

