Morbi, તા. 15
મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી દલવાડી સર્કલથી લીલાપર ચોકડી સુધી, રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી સુધી તથા ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસ દરમિયાન ભારે વાહનોની અવર જવર બંધ કરવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
આ જાહેરનામાં અનુસાર દલવાડી સર્કલથી લીલાપર ચોકડી, રવાપર ગામથી રવાપર ચોકડી થી લીલાપર ચોકડી અને ભક્તિનગરથી ઉમીયા સર્કલ રસ્તાઓ પર તા.04-08-2026 સુધી સવારના 0800 કલાકથી રાત્રીના 2200 કલાક સુધી ભારે વાહનોને પસાર થવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, સરકારી વાહનો, ફાયર ફાઇટર, સ્કુલ/કોલેજના વાહનો, ઇમરજન્સી વાહનો, આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલા તમામ વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને લાગુ પડશે નહિ. આ જાહેરનામાનો ભંગ કરવો શિક્ષાને પાત્ર છે.
મોરબીમાં લીલાપર તરફથી ઉમિયા સર્કલ જવા માટે રવાપર ચોકડી (સ્વાગત હોલ) વાળા રૂટ તથા ઉમિયા સર્કલથી લીલાપર રોડ તરફથી જવા માટે નિર્મલ સ્કુલ વાળા રોડને જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા વન-વે જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામું અગામી 02/08/2026 સુધી અમલમાં રહેશે.મોરબીના જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ જવા વાળા રૂટને વન-વે જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ જવા વાળો રૂટ વન-વે રહેશે. જ્યારે રવાપર ચોકડી અને નવા બસ સ્ટેન્ડ તરફથી આવતા વાહનો માટે ઉમિયા સર્કલ થી ભક્તિનગર સર્કલ થઈ દલવાડી સર્કલ અને પંચાસર/વાવડી ચોકડી તરફ જવા માટેનો રૂટ રહેશે. આ જાહેરનામું અગામી 02/08/2026 સુધી અમલમાં રહેશે.

