Sweden,તા,18
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માત્ર ભારતમાં જ નહીં દુનિયાભરમાં ડંકો છે. જુદા-જુદા દેશોમાંથી મળતા સન્માન તેનો પુરાવો છે. હવે વડાપ્રધાન મોદીને સ્વીડનનું સૌથી મોટું સન્માન `રોયલ ઓર્ડર ઓફ પોલર સ્ટાર, કમાંડર ગ્રાન્ડ ક્રોસ’ એનાયત કરવામાં આવ્યું હતું.
ભારત-સ્વીડન વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવા બદલ આ સન્માન અપાયું હતું. વડાપ્રધાન મોદીને આ સાથે દુનિયાના 31મા દેશનો સર્વોચ્ચ એવોર્ડ અપાયો છે. આ પૂર્વે દુનિયાના અન્ય 30 રાષ્ટ્રોએ મોદીને પોત પોતાના દેશના સર્વોચ્ચ એવોર્ડથી નવાજ્યા જ હતા. ચાર દિવસના યુરોપ પ્રવાસે ગયેલા નરેન્દ્ર મોદીનું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું.

