China તા.18
ચીનના દક્ષિણ ક્ષેત્રમાં આજે સવારે 5.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતો ગભરાટ સર્જાયો હતો. જાનમાલને વ્યાપક નુકસાન હોવાના પ્રાથમિક રીપોર્ટ બહાર આવ્યા હતા.
અનેક ઇમારતો હચમચી હતી તેમાં કેટલીક જમીનદોસ્ત થઇ હતી. બે લોકોના મોત નિપજ્યા હતા. કાટમાળ હેઠળ અમુક દબાયેલા હોવાની શંકાથી મૃત્યુઆંક વધી શકે છે. તંત્ર દ્વારા અનેક ઇમારતોને ખાલી કરાવવામાં આવી હતી. મોટાપાયે રાહત-બચાવ અભિયાન શરુ કરવા સાથે લાપતા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.

