New Delhi,તા,18
2026 માં ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ ઈન્ડિયન પ્રીમિયર લીગ ટાઇટલ અપાવનાર મહેન્દ્ર સિંહ ધોનીએ આ સિઝનમાં એક પણ મેચ રમી નથી કારણ કે તે ઈજા સામે ઝઝૂમી રહ્યો છે. એમએસ ધોનીની વધતી ઉંમર અને ઈજાને કારણે, તેમની નિવૃત્તિની ચર્ચાઓ ફરી એકવાર શરૂ થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે એમએસ ધોની ચેપોક ખાતે રમાનારી સીએસકેની આ સિઝનની છેલ્લી મેચમાં નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.
મહેન્દ્ર સિંહ ધોનીએ IPL 2026 માં એક પણ મેચ રમી નથી. ટુર્નામેન્ટ શરૂ થયા પહેલાથી જ ધોની પગમાં દુખાવો અનુભવી રહ્યો છે. સીઝન શરૂ થાય તે પહેલા, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ જાહેરાત કરી હતી કે ધોની રિહેબિલિટેશનને કારણે IPL 2026 ના પહેલા બે અઠવાડિયા માટે બહાર રહેશે. તે ટૂંક સમયમાં પાછો આવી શકે છે. ત્રણ અઠવાડિયા વીતી ગયા હોવા છતાં, ધોની હજુ પણ ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઇંગ ઇલેવનનો ભાગ બની શક્યો નથી.
જ્યારે મહેન્દ્ર સિંહ ધોની નિવૃત્તિની જાહેરાત કરશે, ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સનું હોમ ગ્રાઉન્ડ, ચેપોક હશે. ધોનીએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તે ચેન્નાઈમાં તેની છેલ્લી IPL મેચ રમશે, કારણ કે તે ટીમ માટે રમે છે અને લાંબા સમયથી તેનો ભાગ રહ્યો છે.
ભૂતપૂર્વ CSK કેપ્ટને કહ્યું હતું કે તે તેના ચાહકોને મળ્યા પછી IPL ને અલવિદા કહેશે. IPL 2026 માં, ચેન્નાઈ સુપર કિંગ્સ 18 મેના રોજ ચેપોક ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પોતાની છેલ્લી હોમ મેચ રમશે. આ મેચ ધોનીની કારકિર્દીની છેલ્લી મેચ હોઈ શકે છે.
જોકે, આ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. હવે જોવાનું બાકી છે કે ધોની આ સીઝનમાં નિવૃત્તિ લે છે કે ઈંઙક 2027 માં પણ રમવાનું નક્કી કરે છે.

