New Delhi,તા.19
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર દોડનારી ભારતની પ્રથમ બુલેટ ટ્રેનની ડિઝાઈન ભારતીય રેલવે દ્વારા જાહેર કરવામાં આવી છે. રેલવે મંત્રાલયના ગેટ પર બુલેટ ટ્રેનની પ્રતિકાત્મક તસ્વીર પણ લગાવવામાં આવી છે.
બુલેટ ટ્રેનના આ મહત્વાકાંક્ષી પ્રોજેકટમાં મુંબઈ-અમદાવાદ વચ્ચેના 12 સ્ટેશનોને આવરી લેવાયા છે. બુલેટ ટ્રેન 280 કી.મી.ની ગતિએ દોડશે. બીકેસીમાં દરિયાઈ ટનલમાંથી પણ પસાર થશે.
રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે અગાઉ લોકસભામાં કહ્યું હતું કે 508 કી.મી.ના બુલેટ ટ્રેન પ્રોજેકટમાં મહારાષ્ટ્ર, ગુજરાત તથા કેન્દ્રશાસીત પ્રદેશ દાદરા-નગરહવેલી સામેલ છે. મુંબઈ, થાણે, વિહાર, બોઈસર, વાપી, બીલીમોર, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ તથા સાબરમતી સ્ટેશનો છે. ગુજરાત 8 સ્ટેશનો તૈયાર થઈ ગયા છે. અન્યત્ર કામ ચાલુ છે.

