સુરેન્દ્રનગર, તા.19
ભારત હવામાન વિજ્ઞાન વિભાગના અહેવાલ મુજબ, Temperature in Surendranagar 44.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. આગામી બે દિવસ સુધી હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની શક્યતાને પગલે વહીવટી તંત્ર દ્વારા ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરાયું છે. નાગરિકોને ગરમી અને લૂથી બચવા સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવી છે.
તીવ્ર ગરમી અને લૂના કારણે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી શકે છે. જેનાથી સ્નાયુઓમાં ખેંચાણ, નબળાઈ, ચક્કર, માથાનો દુખાવો અને ઉબકા જેવા લક્ષણો જોવા મળી શકે છે. જો આવા કોઈ લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાના કે નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરવો હિતાવહ છે.

