Milan Joshi,Junagadh તા. ૨૫ :
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષાના પરિણામમાં જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલી એકમાત્ર સરકારી માધ્યમિક શાળા આર.એમ.એસ.એ. બામણગઢ શાળાએ ૧૦૦ ટકા પરિણામ મેળવી ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરતા ગામના સરપંચ ભદ્રેશભાઈ મોવલીયા તથા ઉપસરપંચ રમેશભાઈ સાકરીયાએ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા તેમજ સમગ્ર શાળા પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી.
શાળાના આચાર્ય ડૉ. કોકિલાબેન ઉંધાડેએ જણાવ્યું હતું કે, આજના સમયમાં મોંઘી ખાનગી શાળાઓની સરખામણીએ અમારી શાળામાં સરકાર દ્વારા નિઃશુલ્ક અને ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, તથા શાળાના શિક્ષકોના સતત શ્રેષ્ઠ શૈક્ષણિક કાર્ય અને વિદ્યાર્થીઓની મહેનતના પરિણામે આ ગૌરવપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે.

