Milan Joshi,Junagadh તા. ૨૫
આગામી તા.૨૭ મેનાં રોજ બકરી ઈદનો તહેવાર આવતો હોય કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સાવચેતીનાં પગલા લેવા તાત્કાલીક અસરથી તા. ૨૯/૦૫/૨૦૨૬ સુધી અધિક જિલ્લા મેજીસ્ટ્રે્ટ બી.એસ. બારડ દ્વારા જૂનાગઢ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈ પણ ઢોર, પશુઓની કતલખાના બહાર જાહેર જગ્યાઓ કે શેરીઓમાં કતલ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામા ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ – ૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.

