યાર્ડમાંથી શાકભાજી ભરી શાપર જતી વેળાએ અકસ્માત નડ્યો, પરિવારમાં શોક
Harpalsinh Jadeja,Rajkot,તા.25
શહેરના હુડકો ચોકડી પાસે શાકભાજી ભરીને જઈ રહેલા પ્રૌઢને અજાણ્યા ટેમ્પો ચાલકે હડફેટે લેતા, ગંભીર ઈજાઓ થવાના કારણે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ, શાપર-વેરાવળમાં રહેતા અને મૂળ જૂનાગઢના વતની વલ્લભભાઈ ઉર્ફે મુકેશભાઈ સીદીભાઈ ચૌધરી (ઉં ૫૦) ગત તારીખ ૨૭ એપ્રિલના રોજ બપોરના આશરે ૩:૩૦ વાગ્યાની આસપાસ તેઓ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાંથી પોતાની રિક્ષામાં શાકભાજી ભરીને શાપર તરફ જવા નીકળ્યા હતા. દરમિયાન હુડકો ચોકડી હાઈવે નજીક અજાણ્યા ટેમ્પો ચાલકે તેમની રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં ઈજાગ્રસ્ત રિક્ષાચાલકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન આજરોજ દમ તોડતા અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.ઘટનાને પગલે પોલીસે અજાણ્યા ટેમ્પો ચાલક સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

