New Delhiતા.27
આતંકવાદ અને જમ્મુ-કાશ્મીરના મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને ફટકાર લગાવી હતી. પાકિસ્તાનને અરીસો બતાવતા યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પી.હરીશે કહ્યું હતું કે સીમા પાર આતંકવાદની સામે દ્દઢતાથી કાર્યવાહી કરવામાં આવશે, સાથે સાથે તેમણે તેના પરિણામ ભોગવવાની પણ ચેતવણી આપી હતી.
પી.હરીશે જણાવ્યું હતું કે હું પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી પાયાવિહોણી અને કારણ વગરની ટિપ્પણીઓનો જવાબ આપવા માટે મજબૂર છું. ભારત તથ્યોને સ્પષ્ટ કરવા માંગે છે.
સ્વતંત્ર ભારતે પોતાની સફરની શરૂઆત પાકિસ્તાનની સીમા- પારમાં આક્રમકતાથી લડીને કરી હતી. પાકિસ્તાન એ ભારતીય ક્ષેત્રો પર કબજો કરવા માંગતુ હતું, જે પુરી રીતે કાયદેસર અને હંમેશા માટે ભારતનો ભાગ બની ચૂકયું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને અનેક યુદ્ધ છેડીને ભારત પર ઉશ્કેરણી વિના હુમલા કરી અને સીમા પાર આતંકવાદને સતત પ્રોત્સાહન આપી, સંપ્રભુતા, ક્ષેત્રીય અખંડતા અને શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વના સિદ્ધાંતોનો ભંગ કર્યો છે.

