New Delhi તા.27
જો આપ વિમાન સફર માટે થર્ડ-પાર્ટી એપથી ટિકીટ બુક કરાવો છો તો સાવધાન થઈ જાઓ, ટિકીટ રદ થવા પર આપના ખિસ્સામાં આવનાર ઓછું રિફંડ એરલાઈન્સ નહીં બલકે તે ટ્રાવેલ એપ લઈ જાય છે.
વિમાન કંપની પાસેથી પુરા પૈસા પરત મળવા છતા પણ આ એપ ગ્રાહકોના પૈસા દબાવીને તેનાથી પોતાનો કારોબાર ચમકાવી રહ્યા છે અને તે દબાણ કરવાથી 15 ગણા સુધીનો ચાર્જ કાપી રહી છે. કેન્દ્રે આની તપાસ શરૂ કરી દીધી છે. જેના ક્ષેત્રમાં આવી એપ છે. સૂત્રો અનુસાર હજુ આવા 150 મામલાની તપાસ થઈ છે.
આવી ફરિયાદોની તપાસ
એક એક ગ્રાહકે ફરિયાદ કરી છે કે એક ટ્રાવેલ એપ 4764 રૂપિયાનો કેન્સેલેશન ચાર્જ કાપ્યો જયારે વિમાન કંપનીએ ટિકીટ રદ કરવા માટે 299 રૂપિયા ચાર્જ વસુલ્યો હતો. જયારે `એકસ’ પર અન્ય યાત્રીએ જણાવ્યું હતું કે તેમણે ફિલપકાર્ટ એપથી અકાસા એરની રૂા.6040ની ટિકીટ બુક કરાવી હતી.
ટિકીટ રદ થવા પર અકાસા એરે રૂા.3999 કાપીને રૂા.2041નું રિફંડ ફિલપકાર્ટને આપી દીધુ પણ ફિલપકાર્ટ યાત્રીને માત્ર રૂા.888 પરત કર્યા. સામાન્ય ફરિયાદ છે કે આ એપ એકથી દોઢ મહિના સુધી બહાના બનાવીને રિફંડ નથી કરતા. રિફંડ આપે પણ છે તો ભારે ચાર્જ કાપીને આપે છે અને તેનું કારણ પણ નથી જણાવતા.
અહીં કરો ફરિયાદ
વિમાન કંપની જો નિશ્ચિત સમયમાં રિફંડ નથી કરતી તો એરસેવા પોર્ટલ કે તેનો મોબાઈલ એપ પર ફરિયાદ કરો. હેલ્પલાઈન નંબર 1915 ખાતે કોલ કરો અથવા 8800001915 ખાતે વોટસએપ પણ કરી શકો છો.

