New Delhi,તા.27
આ વર્ષની નીટ પેપર લીકમાં સીબીઆઈએ તપાસને વેગવાન બનાવી છે. જેમાં પહેલા સંતાનો માટે `પેપર’ ખરીદનાર ડોકટર પિતાની ધરપકડ કર્યા બાદ આ પેપર લીકના સુત્રધાર મનીષા હવાલદાર પાસેથી ચોકકસ પ્રશ્નો ખરીદનાર એક વિદ્યાર્થીની પણ ધરપકડ કરતા કુલ 12 લોકો હવે આ પ્રકરણમાં ઝડપાયા છે.
સીબીઆઈના જણાવ્યા મુજબ આ વિદ્યાર્થીએ તેના મોબાઈલમાં આ પ્રશ્નો `ગોડ’ નામે સેવ કર્યા હતા. મનીષા હવાલદારે તેને મૌખીક રીતે આ પ્રશ્નોની માહિતી આપી તે તેણે રેકોર્ડ સેવ કરી લીધી હતી તથા તે હવાલદારના પતિને પણ મોકલ્યા જે અન્યત્ર વેચવા માટે હતા. કુલ 23 પાનાઓમાં નીટ માટે જરૂરી ફીઝીકસના પ્રશ્નો અને તેના જવાબ અત્યાર સુધીમાં તપાસમાં હાથ થયા છે જે અલગ અલગ ોતથી મેળવાયા હતા.
આમ લગભગ પુરુ પેપર જ અલગ અલગ લોકોએ ખૂબ જ વ્યવસ્થિત રીતે `લીક’ કર્યુ હતું અને તે અલગ અલગ વિદ્યાર્થીઓને મોકલાયુ. જો કે કોઈ એકને પુરુ પેપર કોઈને મળ્યુ ન હતુ પણ જે રીતે પેપર લીક કરવાની મોડેસ ઓપરેન્ડી જોવા મળી તેની તપાસમાં જાણતા હતા તે નિશ્ચિત થઈ રહ્યું છે તથા નેશનલ ટેસ્ટીંગ એજન્સીમાંથી જ પુરા નેટવર્કનું સંચાલન થતુ હતું.
આ સંદર્ભમાં નીટના પેપર તૈયાર કરનાર પી.વી.કુલકર્ણીની ધરપકડ થઈ છે જે નેશનલ ટેસ્ટીંગ એજન્સીની ટીમના મહત્વનો હિસ્સો હતો તો છેક બ્યુટીપાર્લર સંચાલીકા તથા ક્નસલ્ટન્સી ફર્મ ચલાવતા વ્યક્તિ પણ નેટવર્કમાં સામેલ હતા.

