Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    80 વર્ષની ઉંમરે એકલવાયું જીવન જીવે છે ટીવી જગતની આ ફેમસ અભિનેત્રી Ushan Nadkarni

    June 22, 2026

    ‘Salman Khan કોઈ ભગવાન નથી જે મને રોકે!’, ફિલ્મ કાલા હિરનના ડિરેક્ટરે બાંયો ચડાવી

    June 22, 2026

    FIFA World Cup Norway star Erling હાલેન્ડે લખ્યું – મિશન ચાલું છે

    June 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 80 વર્ષની ઉંમરે એકલવાયું જીવન જીવે છે ટીવી જગતની આ ફેમસ અભિનેત્રી Ushan Nadkarni
    • ‘Salman Khan કોઈ ભગવાન નથી જે મને રોકે!’, ફિલ્મ કાલા હિરનના ડિરેક્ટરે બાંયો ચડાવી
    • FIFA World Cup Norway star Erling હાલેન્ડે લખ્યું – મિશન ચાલું છે
    • FIFA World Cup જલવો બતાવવા માટે તૈયાર ફ્રાન્સનાં કેપ્ટન Kylian Mbappe
    • FIFA World Cup ભારતની અસલી સમસ્યા વર્લ્ડ કપ કરતાં પણ મોટી છે
    • FIFA World Cup માં એશિયાના દેશો ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યા છે : અનેક ટીમોનો દબદબો
    • ફાઈનલમાં તોફાની ઈનિંગ બાદ ટીકાકારો પર વરસ્યો Vaibhav Suryavanshi
    • England પર ICC ની ચાબુક, WTC પોઈન્ટ કાપવાની સાથે ભારે દંડ પણ ફટકાર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Amreli: જાફરાબાદના ભાકોદર ગામ નજીક સિંહના હુમલામાં યુવકનું મોત
    સૌરાષ્ટ્ર

    Amreli: જાફરાબાદના ભાકોદર ગામ નજીક સિંહના હુમલામાં યુવકનું મોત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 27, 2026Updated:May 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Milap Ruparel

    Amreli,તા.૨૭

    અમરેલી જિલ્લામાં સિંહના હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. જાફરાબાદના ભાકોદર ગામ નજીક સિંહના હુમલામાં એક યુવકનું મોત થયું છે. બનાવની જાણ થતા જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને બનાવની જાણ પોલીસ તેમજ વન વિભાગને કરી હતી.

    અમરેલીના જાફરાબાદ તાલુકાના ભાકોદર ગામ નજીક બાવળની કાટ વિસ્તારમાંથી એક યુવાનનો ક્ષત-વિક્ષત હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ મૃતદેહના માત્ર અવશેષો જ મળ્યા હોવાથી વન વિભાગે સિંહ દ્વારા હુમલો કરી યુવાનને ફાડી ખાધાની આશંકા વ્યક્ત કરી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

    મૃતકની ઓળખ ભરતભાઈ મધાભાઈ બારૈયા તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનોના જણાવ્યા મુજબ ભરતભાઈ છેલ્લા બે દિવસથી ગુમ હતા. તેમની શોધખોળ ચાલી રહી હતી ત્યારે ભાકોદર ગામ નજીકના બાવળના જંગલ વિસ્તારમાંથી માનવ અવશેષો મળ્યા હતા. ઘટનાની માહિતી મળતા ગ્રામજનોમાં ભય અને આક્રોશનો માહોલ ફેલાયો હતો.

    ઘટનાને ગંભીરતાથી લઈ રાજુલા અને જાફરાબાદ બંને રેન્જના આરએફઓ સહિત વનવિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. વધતા જનઆક્રોશને ધ્યાનમાં રાખી જાફરાબાદ મરીન પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે બંદોબસ્ત ગોઠવ્યો હતો. પોલીસ અને વનવિભાગે લોકોની ભીડ દૂર કરી સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ હાથ ધરી હતી.

    વનવિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતદેહની હાલત અત્યંત ખરાબ હોવાથી સિંહના હુમલાની શકયતા વધુ લાગી રહી છે. જોકે સચોટ કારણ જાણવા માટે મૃતદેહના અવશેષોને વધુ તપાસ અર્થે ભાવનગર ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.

    આ સમગ્ર મામલે શેત્રુંજી ડિવિઝનના ડ્ઢઝ્રહ્લ ચિરાગ અમીને જણાવ્યું હતું કે, “હાલ પ્રાથમિક દ્રષ્ટિએ સિંહનો હુમલો હોવાનું લાગી રહ્યું છે. તેમ છતાં મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર મોકલવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જ સાચી વિગતો સામે આવશે.”

    બીજી તરફ વનવિભાગની એક વિશેષ ટીમ દ્વારા આસપાસના વિસ્તારમાં સિંહનું લોકેશન ટ્રેસ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. ગ્રામજનોમાં ફરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વનવિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

    આ ઘટનાએ ફરી એકવાર માનવ વસાહતો નજીક સિંહોની વધતી અવરજવર અને માનવ-વન્યજીવ સંઘર્ષનો મુદ્દો ગરમાવ્યો છે. સ્થાનિક લોકો દ્વારા વનવિભાગ પાસે સિંહોના મૂવમેન્ટ પર કડક નજર રાખવા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષા વધારવાની માંગ ઉઠી રહી છે.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Manavadarમાં વર્ષો જૂના વોકળા પર ગેરકાયદે દબાણથી પૂરનું જોખમ; ચીફ ઓફિસર સામે સ્થાનિકોનો ઉગ્ર રોષ

    June 20, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: વંથલી નજીક અજાણ્યા વાહને મોટર સાઇકલને હડફેટે લેતા ટીનમસના યુવકનું મોત

    June 20, 2026
    સૌરાષ્ટ્ર

    Keshodમાં માતાને મૃત્યુના ભયમાં મુકી, પુત્ર રૂ. ૧૫.૬૦ લાખના રોકડ-દાગીના લઈ ગયો

    June 20, 2026
    સૌરાષ્ટ્ર

    Visavadarમાં ૩ સગીરાઓના અપહરણ થતા ચકચાર

    June 20, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadhમાં મોબાઇલના ધંધાર્થીએ લીધેલ લાખો રૂપિયા વ્યાજખોરોને બમણા ચૂકવી દીધા છતાં ધમકીઓ

    June 20, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: મહુવા પંથકમાં સતત બીજા દિવસે મેઘમહેર

    June 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    80 વર્ષની ઉંમરે એકલવાયું જીવન જીવે છે ટીવી જગતની આ ફેમસ અભિનેત્રી Ushan Nadkarni

    June 22, 2026

    ‘Salman Khan કોઈ ભગવાન નથી જે મને રોકે!’, ફિલ્મ કાલા હિરનના ડિરેક્ટરે બાંયો ચડાવી

    June 22, 2026

    FIFA World Cup Norway star Erling હાલેન્ડે લખ્યું – મિશન ચાલું છે

    June 22, 2026

    FIFA World Cup જલવો બતાવવા માટે તૈયાર ફ્રાન્સનાં કેપ્ટન Kylian Mbappe

    June 22, 2026

    FIFA World Cup ભારતની અસલી સમસ્યા વર્લ્ડ કપ કરતાં પણ મોટી છે

    June 22, 2026

    FIFA World Cup માં એશિયાના દેશો ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યા છે : અનેક ટીમોનો દબદબો

    June 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    80 વર્ષની ઉંમરે એકલવાયું જીવન જીવે છે ટીવી જગતની આ ફેમસ અભિનેત્રી Ushan Nadkarni

    June 22, 2026

    ‘Salman Khan કોઈ ભગવાન નથી જે મને રોકે!’, ફિલ્મ કાલા હિરનના ડિરેક્ટરે બાંયો ચડાવી

    June 22, 2026

    FIFA World Cup Norway star Erling હાલેન્ડે લખ્યું – મિશન ચાલું છે

    June 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.