Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન

    June 1, 2026

    Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન

    June 1, 2026

    લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ

    June 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન
    • Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન
    • લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ
    • Commercial Gas તથા છોટુ સિલીન્ડરના ભાવ ફરી વધ્યા
    • Gujarat સહિતની 24 રાજયસભા બેઠક માટે મોદી – શાહની બેઠક
    • Government Projects સમયસર પુરા નહી થતા રૂા.5.65 લાખ કરોડનો વેડફાટ
    • Kuwait પર ઇરાનનો મિસાઇલ તથા ડ્રોન એટેક
    • Rajkot સહિત રાજ્યભરમાં સૌપ્રથમવાર ડીજીટલ માધ્યમથી વસ્તી ગણતરીનો પ્રારંભ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Commercial Gas તથા છોટુ સિલીન્ડરના ભાવ ફરી વધ્યા
    રાષ્ટ્રીય

    Commercial Gas તથા છોટુ સિલીન્ડરના ભાવ ફરી વધ્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 1, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.01

    ઈરાન યુદ્ધના કારણે ક્રુડતેલ-ગેસના ભાવમાં થઈ રહેલા વધારાનો સિલસિલો યથાવત રહ્યો છે અને તેના પરિણામે ઘરઆંગણે પેટ્રોલ, ડિઝલ, રાંધણ ગેસ તથા વિમાની ઈંધણ સહિત પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધતા રહ્યા છે તેમાં આજથી ફરી એક વખત 19 કિલોના કોમર્શિયલ ગેસ સીલીન્ડર જે વ્યાપારી ઉપયોગ માટે લેવાય છે તથા પાંચ કિલોના `છોટુ’ ગેસ સિલીન્ડર જે મુખ્યત્વે પ્રવાસી મજદુરો તથા અત્યંત ગરીબ પરિવારો માટે અત્યંત મદદપૂર્ણ છે તે બન્નેના ભાવમાં વધારો થયો છે.

    ઓઈલ માર્કેટીંગ કંપનીઓ દર મહિનાની 1 તારીખે રાંધણગેસના ભાવની સમીક્ષા કરીને વધ-ઘટ કરે છે. જો કે ઈરાન યુદ્ધ બાદ તો આ ભાવ સતત વધતા રહ્યા છે જે આજથી પણ ફરી થયેલા વધારો દર્શાવે છે. 19 કિલોના બ્લુ સિલીન્ડરના ભાવમાં રૂા.42 થી 53.50 સુધીનો વધારો લાગુ થઈ ગયો છે.

    દિલ્હીમાં રૂા.42ના ભાવવધારા સાથે હવે 19 કિલોનું ગેસ સિલિન્ડર રૂા.3113.50માં મળશે. જયારે કોલકતામાં રૂા.53.50ના ભાવવધારો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ મુજબ લાગુ થતા આ મહાનગરમાં નવા ભાવ પ્રતિ સિલિન્ડર રૂા.3255.50 થયા છે

    આમ રેસ્ટોરા, ધાબા, હોટેલો સહિતના એકમોને ફરી વધુ મોંઘા સિલીન્ડર ખરીદવા પડશે જેના કારણે ખાદ્ય ડીશોના ભાવ વધી જશે. સરકારે હવે ગરીબો જેઓ રોજબરોજ કે પછી ઓછી માસીક આવક ધરાવે છે. તેમાં અને ખાસ કરીને કાયમી કનેકશન નહી ધરાવતા પ્રવાસી મજદુરો માટે મહત્વના 5 કિલોના છોટુ સિલીન્ડરના ભાવ પણ વધાર્યા છે.

    આ સિલીન્ડરના ભાવ 11 રૂા. વધી ગયા છે. દિલ્હીમાં છોટુ સિલીન્ડરના નવા ભાવ હવે 821.50 થયા છે જે અગાઉ રૂા.810.50 હતા. આમ ગરીબોને પણ હવે વધુ મોંઘા ગેસ સીલીન્ડર ખરીદવા પડશે. આમ આ વર્ષમાં 19 કિલોના રાંધણગેસ સિલીન્ડર જે યુદ્ધના પુર્વે જાન્યુઆરીમાં રૂા.1691માં ઉપલબ્ધ હતા તે હવે ડબલ એટલે કે રૂા.3113.50 થયા છે.

    ફેબ્રુઆરીથી ભાવ વધારાનો પ્રારંભ થયો છે. જેમાં મે માસમાં એક જ સાથે સૌથી વધુ રૂા.993નો ભાવવધારો થયો છે. આજ રીતે છોટુના ભાવ પણ સતત વધી રહ્યા છે તો સીએનજી જે વાહનો માટેનું ઈંધણ છે તેમાં પણ બે વખત ભાવવધારો થયો છે.

    ઘરેલુ 14.5 કિલોના રાંધણગેસના ભાવ યુદ્ધના પ્રારંભે વધારાયા બાદ યથાવત છે તો પાઈપલાઈન મારફત જે ગેસ પુરો પડાય છે તે જ ભાવ ગુજરાતમાં સ્થિર છે પણ હાલમાં જ મુંબઈમાં આ ગેસના ભાવવધારો પણ થયો છે. પેટ્રોલ-ડિઝલ ત્રણ તબકકે તા.7થી8 મોંઘા બન્યા છે. આમ ઈંધણના ભાવવધારાથી તમામ મોરચે ભાવ વધારાની સ્થિતિ બની છે.

    ક્રૂડમાં ફરી તેજીઃ બે ટકા વધ્યું
    અમેરિકા-ઇરાન વચ્ચેના યુધ્ધમાં સમાધાન થઇ જવાના આશાવાદથી ક્રૂડના ભાવ નીચા આવ્યા હતા પરંતુ ફરી તે વિશે અનિશ્ચિતતા ઉભી થવાના સંકેતોથી તેજી થઇ હતી.

    વિશ્વ બજારમાં આજે ડબલ્યુટીઆઇ ક્રૂડ બે ટકાથી વધુ વધીને 89.77 ડોલર થયું હતું. બ્રેન્ટ ક્રૂડ 93.24 ડોલરના સ્તરે પહોંચ્યું હતું. ઇરાન સાથેના યુધ્ધમાં સમાધાન કરવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આકરી શરતો સુચવી હોવાનું બહાર આવતા નવેસરથી ગભરાટ ઉભો થયો હતો.

    સમાધાનનો મુસદ્દો તૈયાર થઇ ગયા બાદ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ તથા ઇરાન પાસેનો યુરેનિયમનો જથ્થો પરત લેવાના મામલે કોઇ બાંધછોડ કરવાનો ઇન્કાર કરતા સમજુતી મુશ્કેલ બન્યાની અટકળો વ્યક્ત થવા લાગી હતી અને તેને કારણે ક્રૂડ ઉંચકાયું હતું. જો કે, કરન્સી માર્કેટમાં ડોલર સામે ભારતીય રૂપિયાની મજબૂતી યથાવત હતી. રૂપિયો 26 પૈસા વધીને 94.78 સાંપડ્યો હતો. સોના-ચાંદી ઢીલા પડ્યા હતા.

    Commercial Gas increased again Prices
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન

    June 1, 2026
    રાષ્ટ્રીય

    Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન

    June 1, 2026
    રાષ્ટ્રીય

    લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ

    June 1, 2026
    રાષ્ટ્રીય

    Gujarat સહિતની 24 રાજયસભા બેઠક માટે મોદી – શાહની બેઠક

    June 1, 2026
    રાષ્ટ્રીય

    Government Projects સમયસર પુરા નહી થતા રૂા.5.65 લાખ કરોડનો વેડફાટ

    June 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    Kuwait પર ઇરાનનો મિસાઇલ તથા ડ્રોન એટેક

    June 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન

    June 1, 2026

    Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન

    June 1, 2026

    લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ

    June 1, 2026

    Gujarat સહિતની 24 રાજયસભા બેઠક માટે મોદી – શાહની બેઠક

    June 1, 2026

    Government Projects સમયસર પુરા નહી થતા રૂા.5.65 લાખ કરોડનો વેડફાટ

    June 1, 2026

    Kuwait પર ઇરાનનો મિસાઇલ તથા ડ્રોન એટેક

    June 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન

    June 1, 2026

    Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન

    June 1, 2026

    લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ

    June 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.