કચરાના ઢગલા, રોડ પરના ખાડા અને સરકારી કચેરીઓમાં બાબુશાહી સહિતના મુદે સેલ્ફી લઈને સોશ્યલ મીડીયા પર અપલોડ થવા લાગી
New Delhiતા.01
સોશ્યલ મીડીયામાં જબરા વાયરલ થયેલ કોકરોચ જનતા પાર્ટી હવે રોડ પર ઉતરે તેવા સંકેત છે. હવે ડીજીટલ વિદ્રોહ પણ શરુ કરે તે માટે સર્વાઈવલ સેલ્ફી અભિયાન છેડે તેની તૈયારી છે. અમેરિકામાં વસતા અભિજીત દીપકે શરુ કરેલું આ અભિયાન હવે કરોડો લોકોમાં પહોંચી ગયું છે.
જેમાં યુવાનોને સર્વાઈવલ સેલ્ફી સાથે માર્ગ પરના મોટા મોટા ખાતાઓ સાથે ઉભા રહીને સેલ્ફી લે છે અને લખે છે કે આજે કોઈ જગ્યાએ પડયા વગર ઓફીસે પહોંચી ગયા છે.
એટલું જ નહી કચરાના ઢગલાઓ, બંધ સ્ટ્રીટ લાઈટ, સરકારી કચેરીઓમાં બાબુશાહી અને અન્ય નાગરિક સમસ્યાઓ પણ યુવાનો સેલ્ફી લઈને તે સોશ્યલ મીડીયા પર અપલોડ કરી રહ્યા છે અને તેઓ કોકરોચ આકારનું માસ્ક પણ પહેર્યુ હોય છે. આમ આ મુદો હવે વધુ ચગે તેવા સંકેત છે.

