Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન

    June 1, 2026

    Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન

    June 1, 2026

    લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ

    June 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન
    • Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન
    • લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ
    • Commercial Gas તથા છોટુ સિલીન્ડરના ભાવ ફરી વધ્યા
    • Gujarat સહિતની 24 રાજયસભા બેઠક માટે મોદી – શાહની બેઠક
    • Government Projects સમયસર પુરા નહી થતા રૂા.5.65 લાખ કરોડનો વેડફાટ
    • Kuwait પર ઇરાનનો મિસાઇલ તથા ડ્રોન એટેક
    • Rajkot સહિત રાજ્યભરમાં સૌપ્રથમવાર ડીજીટલ માધ્યમથી વસ્તી ગણતરીનો પ્રારંભ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન
    આંતરરાષ્ટ્રીય

    America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 1, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington, તા.1
    અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઇરાન પર યુધ્ધના પગલાથી વધેલી મોંઘવારી ઉપરાંત ટેરિફ, ડિપોર્ટેશન તથા વિઝા જેવી નીતિઓને કારણે અમેરિકામાં વસતા ગુજરાતીઓ ભારે પરેશાન બન્યા છે. અમેરિકામાં રહેવાનું મુશ્કેલ બની ગયાનો સૂર વ્યક્ત કરવા લાગ્યા છે.

    પેન્સિલવેનિયામાં એક મોટેલમાં જોબ કરતા ગુજરાતીનું માનીએ તો મોંઘવારીએ ભૂક્કા કાઢી નાખ્યા છે, પહેલા શોપિંગ કરવા જાઓ ત્યારે 100 ડોલરમાં આખું કાર્ટ ભરાઈ જતું હતું જ્યારે હવે બસો-અઢીસો ડોલર પણ ઓછા પડે છે. તેમાંય જ્યારથી વોર ચાલુ થયું છે ત્યારથી તો મોંઘવારીએ એવી માજા મૂકી છે કે ગેસની સાથે તમામ ચીજવસ્તુઓના ભાવ બેફામ વધી રહ્યા છે.

    મોંઘવારીની સાથે-સાથે હવે ટ્રમ્પે જે એન્ટી ઈમિગ્રન્ટ માહોલ ઉભો કર્યો છે તેના કારણે હવે ઈન્ડિયન્સ સીધા તેમના સમર્થકોના ટાર્ગેટ પર આવી ગયા છે. ટેક્સસ જેવા સ્ટેટમાં તો સોશિયલ મીડિયાની સાથે-સાથે જાહેરમાં પણ ઈન્ડિયન્સ સાથે રેસિસ્ટ વ્યવહાર થઈ રહ્યો છે. પોતાને થયેલો આવો જ એક અનુભવ શેર કરતા એક ગુજરાતી યુવકે જણાવ્યું હતું કે તે વોલમાર્ટમાં હતો.

    ત્યારે એક અમેરિકને તેની નજીક આવીને બેફામ ગાળાગાળી કરીને ઈન્ડિયા પાછા જતા રહેવા માટે કહ્યું હતું. આ યુવકનું માનીએ તો આવા તો ઘણા કિસ્સા તાજેતરના દિવસોમાં બની રહ્યા છે જે સોશિયલ મીડિયા પર ઈન્ડિયન્સ સામે ફેલાવાઈ રહેલી નફરતનું પરિણામ છે.

    બીજી તરફ, માસ ડિપોર્ટેશનને કારણે ગુજરાતી બિઝનેસ ઓનર્સને ધોળા દિવસે તારા દેખાઈ રહ્યા છે. શિકાગોમાં પોતાના બિઝનેસીસ ધરાવતા એક ગુજરાતીનું માનીએ તો હવે કલાકનો 17 ડોલર પગાર આપતા પણ માણસો નથી મળી રહ્યા. સમર સીઝનમાં બિઝનેસ ઠીક-ઠાક ચાલી રહ્યા છે અને તેવામાં જ કર્મચારી ના મળી રહ્યા હોવાના કારણે ઓનર્સને રોજના 12-14 કલાક ખડેપગે કામ કરવાનો વારો આવ્યો છે.

    શિકાગોમાં તો હાલ 17 ડોલર પગારની સાથે-સાથે 100 ડોલર સાઈન-અપ બોનસ પણ ઓફર કરવામાં આવી રહ્યું છે, અને તેની સાથે-સાથે હોલીડે પેના આઠ કલાક ભરી આપવામાં આવે છે અને વર્ષનું પાંચ દિવસનું પેઈડ વેકેશન પણ ઓફર કરાઈ રહ્યું છે. શિકાગોના આ બિઝનેસ ઓનરનું એવું પણ કહેવું હતું કે હાલ કમાણી ઝીરો થઈ ગયું છે જ્યારે  ખર્ચ વધી ગયું છે.

    આ ઉપરાંત ટ્રમ્પના પ્રેસિડેન્ટ બન્યા બાદ સ્ટૂડન્ટ્સનું આવવાનું પણ સાવ ઘટી ગયું છે, જે સ્ટૂડન્ટ્સનું ભણવાનું પૂરું થઈ ગયું છે તે નોકરીએ લાગી ગયા છે અને જેમનું ભણવાનું ચાલુ છે તે હવે ઈલીગલી જોબ કરવા તૈયાર નથી કારણકે બધાયને ડિપોર્ટેશનની બીક લાગે છે. બિઝનેસ ઓનર્સ તો સ્ટૂડન્ટ્સને પણ કલાકના 12-13 ડોલર કેશ આપવા માટે તૈયાર છે, પરંતુ હવે સ્ટૂડન્ટ્સ તેમને દૂરથી જ રામ-રામ કરી રહ્યા છે.

    જોકે, આ સ્થિતિમાં અત્યારસુધી નોકરીઓ માટે વલખા મારતા અને ઓનરના નખરા સહન કરીને થાકી ગયેલા ગુજરાતીઓ હવે ‘સો દિવસ સાસુના તો એક દિવસ વહુનો’ જેવી લાગણી અનુભવી રહ્યા છે.

    ટ્રમ્પથી કંટાળેલા દેસીઓ હવે આતુરતાથી મિડટર્મ ઈલેક્શનની રાહ જોઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે ખુદ અમેરિક્નસ પણ ટ્રમ્પના નામથી જ હવે ચીઢાવા લાગ્યા છે, કારણકે મોંઘવારી ઘટાડવા અને અફોર્ડેબિલિટી વધારવાને બદલે ટ્રમ્પે જાણી જોઈને ઈરાન વોર જેવી મુસીબત ઉભી કરીને લોકોના ખિસ્સા ખાલી કરી નાખ્યા છે.

    America Washington
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન

    June 1, 2026
    રાષ્ટ્રીય

    લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ

    June 1, 2026
    રાષ્ટ્રીય

    Commercial Gas તથા છોટુ સિલીન્ડરના ભાવ ફરી વધ્યા

    June 1, 2026
    રાષ્ટ્રીય

    Gujarat સહિતની 24 રાજયસભા બેઠક માટે મોદી – શાહની બેઠક

    June 1, 2026
    રાષ્ટ્રીય

    Government Projects સમયસર પુરા નહી થતા રૂા.5.65 લાખ કરોડનો વેડફાટ

    June 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    Kuwait પર ઇરાનનો મિસાઇલ તથા ડ્રોન એટેક

    June 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન

    June 1, 2026

    લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ

    June 1, 2026

    Commercial Gas તથા છોટુ સિલીન્ડરના ભાવ ફરી વધ્યા

    June 1, 2026

    Gujarat સહિતની 24 રાજયસભા બેઠક માટે મોદી – શાહની બેઠક

    June 1, 2026

    Government Projects સમયસર પુરા નહી થતા રૂા.5.65 લાખ કરોડનો વેડફાટ

    June 1, 2026

    Kuwait પર ઇરાનનો મિસાઇલ તથા ડ્રોન એટેક

    June 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન

    June 1, 2026

    લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ

    June 1, 2026

    Commercial Gas તથા છોટુ સિલીન્ડરના ભાવ ફરી વધ્યા

    June 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.