Vaibhav Suryavanshi જ્યારે પણ બેટિંગ કરવા મેદાનમાં ઉતરે છે ત્યારે સ્ટેડિયમમાં ચોગ્ગા અને છગ્ગાઓનો વરસાદ જોવા મળે છે
Mumbai તા.૧
માત્ર ૧૫ વર્ષની ઉંમરે ક્રિકેટ જગતમાં ધૂમ મચાવનાર યુવા ક્રિકેટર Vaibhav Suryavanshi એ પોતાના શાનદાર પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા બિહારના આ પ્રતિભાશાળી ખેલાડીએ અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે, જેમાં દિગ્ગજ ક્રિસ ગેલના એક સીઝનમાં સૌથી વધુ સિક્સર મારવાના લાંબા સમયથી અડગ રહેલા રેકોર્ડનો પણ સમાવેશ થાય છે.
Vaibhav Suryavanshi જ્યારે પણ બેટિંગ કરવા મેદાનમાં ઉતરે છે ત્યારે સ્ટેડિયમમાં ચોગ્ગા અને છગ્ગાઓનો વરસાદ જોવા મળે છે. ચાલુ તેણે સતત એક પછી એક યાદગાર ઇનિંગ્સ રમી છે.ઘણી વખત જ્યારે તેની ટીમનાં અન્ય ખેલાડીઓ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા હતા, ત્યારે Vaibhav Suryavanshi એકલા હાથે ટીમની આશાઓ જીવંત રાખતો જોવા મળ્યો હતો.
તેણે અદભૂત સ્ટ્રાઈક રેટ સાથે રન બનાવ્યા હતા અને જસપ્રીત બુમરાહ તથા મિચેલ સ્ટાર્ક જેવા વિશ્વસ્તરીય બોલરને પણ છોડ્યા નહોતા.આ ૧૫ વર્ષીય પ્રતિભાશાળી બેટ્સમેન હવે એક વિસ્ફોટક રન મશીન તરીકે ઓળખાવા લાગ્યો છે. તેના પ્રદર્શનથી ક્રિકેટપ્રેમીઓ જ નહીં, પરંતુ મહાનાયક અમિતાભ બચ્ચન પણ પ્રભાવિત થયા છે.શુક્રવારે રાત્રે ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી ક્વોલિફાયર-૨ મેચ બાદ ક્રિકેટપ્રેમી અમિતાભ બચ્ચને પોતાનાં એક્સ એકાઉન્ટ પર વૈભવના વખાણ કરતી પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું, “સૂર્યવંશી – ૧૫ વર્ષની ઉંમરે એક અદ્ભુત ‘સૂર્ય’. આ ઉંમરે તો અમે લખોટી અને ગલી ક્રિકેટ પણ બરાબર રમી શકતા નહોતા.”

