New Delhi,તા.01
22મી એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના અંતિમ દિવસે ભારતે વધુ ત્રણ ગોલ્ડ મેડલ જીતીને મેડલ ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું. ભારતે 10 ગોલ્ડ, પાંચ સિલ્વર અને ચાર બ્રોન્ઝ સહિત કુલ 19 મેડલ જીત્યા. ચીન 14 ગોલ્ડ, નવ સિલ્વર અને બે બ્રોન્ઝ સાથે મેડલ ટેલીમાં ટોચ પર રહ્યું.
ભારતીય મહિલા 4×400 મીટર રિલે ટીમે ગોલ્ડ મેડલ જીત્યો અને એક નવો મીટ રેકોર્ડ પણ બનાવ્યો. નીરુ પાઠકના નેતૃત્વમાં, ભારતીય ટીમે 3 મિનિટ 38.07 સેક્નડનો સમય કાઢ્યો. ટીમમાં ભૂમિકા સંજય નેહાટે, તહુરા ખાતુન અને સેહનુર બાવા પણ સામેલ હતા. ભારતે પુરુષોની મીટર રિલેમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.

