મે મહિનામાં ૨૯ મુસાફરોને આશરે ૩.૨૯ લાખની કિંમતનો ખોવાયેલો સામાન પરત કર્યો,ગેરકાયદેસર ચેન પુલિંગના ૩૨ કેસોમાં કરી કાર્યવાહી
Rajkot તા.૫
રાજકોટ. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા બળ (આરપીએફ) દ્વારા ‘‘સેવા હી સંકલ્પ’’ અભિયાન અંતર્ગત મે ૨૦૨૬ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા, મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તથા રેલવે સંપત્તિના રક્ષણ માટે અનેક પ્રશંસનીય કાર્યો કરવામાં આવ્યા હતા.
આઈજી-સહ-પ્રધાન મુખ્ય સુરક્ષા કમિશનર શ્રી અજય સદાનીના કુશળ નેતૃત્વ અને ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર રાજકોટ શ્રી કમલેશ્વર સિંહના માર્ગદર્શન હેઠળ આરપીએફ રાજકોટ ડિવિઝને વિવિધ અભિયાનોના માધ્યમથી મુસાફરોની સુરક્ષા અને સહાય પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા, તકેદારી અને કાર્યક્ષમતાનો ઉત્કૃષ્ટ પરિચય આપ્યો છે.રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, મે ૨૦૨૬ દરમિયાન આરપીએફ રાજકોટ ડિવિઝન દ્વારા કરવામાં આવેલી મુખ્ય કામગીરી આ મુજબ છે
ઓપરેશન અમાનત ફરજ દરમિયાન તકેદારી અને સેવા ભાવનાનો પરિચય આપતા આરપીએફ દ્વારા વિવિધ રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં મુસાફરો દ્વારા ભૂલથી છૂટી ગયેલા કુલ ૨૯ મુસાફરોના આશરે ૩,૨૯,૭૪૪ ની કિંમતના સામાનને સુરક્ષિત રીતે રિકવર કરીને સંબંધિત મુસાફરોને સુપ્રત કરવામાં આવ્યો હતો.
ઓપરેશન નન્હે ફરિશ્તે આ અભિયાન અંતર્ગત આરપીએફ દ્વારા ૦૨ બાળકોને સુરક્ષિત સંભાળ હેઠળ (રેસ્ક્યુ) લઈને તેમના પરિવારજનો સાથે મિલાપ કરાવવામાં આવ્યો હતો.ઓપરેશન ડિગ્નિટી આ અંતર્ગત પોતાના પરિવારથી વિખૂટા પડેલા ૦૨ વ્યક્તિઓને શોધી કાઢીને સુરક્ષિત રીતે તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.

