Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સુરતના નાસિરનગરના ડિમોલિશન મુદ્દે High Courtમાં પિટિશન દાખલ

    June 10, 2026

    Amreli: બસમાં ચડતાં પેસેન્જરોના પર્સની ચોરી કરતા પતિ પત્ની ઝડપાયા

    June 9, 2026

    Jamnagarની મહિલાનો ફોટો એડિટ કરી બદનામ કરતો વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ

    June 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સુરતના નાસિરનગરના ડિમોલિશન મુદ્દે High Courtમાં પિટિશન દાખલ
    • Amreli: બસમાં ચડતાં પેસેન્જરોના પર્સની ચોરી કરતા પતિ પત્ની ઝડપાયા
    • Jamnagarની મહિલાનો ફોટો એડિટ કરી બદનામ કરતો વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ
    • MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે બિનહરીફ
    • શેરબજારમાં રોકાણના નામે સાયબર ઠગાઈ કરનાર આરોપીને Amreli સીટી પોલીસે ઝડપી પાડ્યો
    • Surendranagar: ધાંગધ્રામાંથી ૧ .૮કિલો સૂકા ગાંજા સાથે એક ઇસમ ઝડપાયો
    • ગુજરાતનું ગૌરવ: Rajkotની સ્વદેશી બનાવટની ડ્રોન મોટર્સ હવે વૈશ્વિક બજારના આર.પી.એમ ફેરવશે
    • ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ…!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»સુરતના નાસિરનગરના ડિમોલિશન મુદ્દે High Courtમાં પિટિશન દાખલ
    અમદાવાદ

    સુરતના નાસિરનગરના ડિમોલિશન મુદ્દે High Courtમાં પિટિશન દાખલ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 10, 2026Updated:June 10, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૧૯૭૩ ની કલમ ૪૪ મુજબ પણ કોઈપણ મકાનમાં પ્રવેશતા પહેલાં કબજેદારને ઓછામાં ઓછી ૨૪ કલાકની લેખિત નોટિસ આપવી અનિવાર્ય

    surat, તા.૯

    સુરતમાં ઓથોરિટી દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલિશનની કાર્યવાહીનો મામલો હવે High Courtસમક્ષ પહોંચ્યો છે. સુરતના નાસિરનગરના ભૂતિયા ડિમોલિશનનો વિવાદ હાલ ખૂબ ચર્ચાસ્પદ છે અને ત્યારે આ ડિમોલિશનની કાર્યવાહી પર તાકીદે મનાઇ હુકમ આપવાની દાદ માંગવામાં આવી છે.

    આ મામલે આગામી દિવસોમાં High Court સમક્ષ સુનાવણી હાથ ધરાય એવી શક્યતા છે. સુરતના નાસિરનગરથી અરજદાર શેખ હુસૈન અઝીઝએ એડવોકેટ ઝમીર શેખ મારફતે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં ગુજરાત રાજ્ય, સુરત મહાનગરપાલિકા, સુરત પોલીસ કમિશનર, ડેપ્યુટી કમિશનરને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.અરજદારે સુરતના વેડ દરવાજા સ્થિત નાસિરનગર વસ્તીમાં છેલ્લા આશરે ૩૫ વર્ષથી તેમના પરિવાર સાથે રહે છે.

    અરજદારના જન્મ પહેલાં તેમના પિતા પણ આ જ સ્થળે રહેતા હતા. તેઓ સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતો પ્રોપર્ટી ટેક્સ પણ નિયમિતપણે ભરે છે. જેના પુરાવા તરીકે વર્ષ ૧૯૯૬, ૨૦૧૧ અને ૨૦૧૮ની મિલકત વેરાની રિસિપ્ટ્‌સ તેમજ વર્ષ ૨૦૦૬નું ટોરેન્ટ પાવરનું વીજળીનું બિલ અરજી સાથે સામેલ કરવામાં આવ્યું છે.અરજદારે એવી રજૂઆત કરી છે કે ૨૯મી મે, ૨૦૨૬ના રોજ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ કાફલાએ કોઈપણ જાતની પૂર્વ સૂચના કે નોટિસ આપ્યા વિના નાસિરનગર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી.

    બીજી જૂન, ૨૦૨૬ સુધીમાં ત્યાં આશરે ૧૫૦ જેટલાં મકાનો તોડી પાડવામાં આવ્યા છે. અરજદારને ડર છે કે અન્ય મકાનોની જેમ તેમનું મકાન પણ તોડી પાડવામાં આવશે. વધુમાં, પોલીસ તંત્ર દ્વારા સ્થાનિક રહીશોને એવી ધમકી આપવામાં આવી રહી છે કે જો તેઓ આ ડિમોલિશનની કામગીરીમાં અવરોધ ઊભો કરશે, તો તેમની સામે ગુનાહિત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નાસિરનગરમાં આશરે ૨૫૦ થી વધુ પરિવારો રહે છે અને આ કામગીરીથી તેઓ ઘરવિહોણા થઈ જશે.વધુમાં અરજદારે જણાવ્યું છે કે ભારતીય બંધારણ મુજબ કાયદાની યોગ્ય પ્રક્રિયા વિના કોઈપણ વ્યક્તિને તેની મિલકતથી વંચિત કરી શકાય નહીં. નોટિસ કે સાંભળવાની તક ન આપીને કુદરતી ન્યાયના સિદ્ધાંતો અને મૂળભૂત હકોનો ભંગ થયો છે.

    જો આ જમીનને સરકારી કે જાહેર જગ્યા ગણવામાં આવે તો પણ ધ ગુજરાત પબ્લિક પ્રીમાઇસિસ એક્ટ, ૧૯૭૨ ની કલમ ચાર હેઠળ સક્ષમ અધિકારી દ્વારા રહીશોને લેખિતમાં શો કોઝ નોટીસ આપવી અને ઓછામાં ઓછા ૧૦ દિવસનો સમય આપવો ફરજિયાત છે. જે આ કેસમાં કરવામાં આવ્યું નથી.ધ ગુજરાત સ્લમ એરિયાઝ એક્ટ, ૧૯૭૩ ની કલમ ૪૪ મુજબ પણ કોઈપણ મકાનમાં પ્રવેશતા પહેલાં કબજેદારને ઓછામાં ઓછી ૨૪ કલાકની લેખિત નોટિસ આપવી અનિવાર્ય છે.

    આ વિવાદિત જમીન સરકારની વર્ષ ૨૦૧૩ની પુનર્વસન નીતિ હેઠળ આવરી લેવાયેલી છે. તેથી વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કર્યા વિના આ પ્રકારે તોડફોડ કરવી ગેરકાયદે છે. અરજદારે હાઈકોર્ટ સમક્ષ માંગ કરી છે કે સુરતના નાસિરનગર ખાતે ૨૮મી મે, ૨૦૨૬થી ચાલી રહેલી ગેરકાયદેસર ડિમોલિશનની કામગીરી પર તાત્કાલિક સ્ટે આપવામાં આવે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: કારમાંથી દારૂની ૧૮૦૦થી વધુ બોટલો સાથે રાજસ્થાનનો શખસ ઝડપાયો

    June 9, 2026
    અમદાવાદ

    Ahmedabadના સરખેજમાં પ્રેમીએ જ યુવતીની હત્યા કરતા ચકચાર મચી

    June 9, 2026
    અમદાવાદ

    ગુજરાતમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે Rainની સંભાવના

    June 9, 2026
    અમદાવાદ

    Yusuf Pathanને હાઇકોર્ટની ટકોર, જમીન ખાલી કરો નહીં તો દંડ

    June 9, 2026
    સુરત

    ડાયમંડ સિટી Surat શહેર બન્યું ક્રાઈમ સિટી, છેલ્લાં ૫ મહિનામાં ભાજપના નેતા સહિત ૫૦ લોકોની હત્યા

    June 9, 2026
    અમદાવાદ

    Chief Minister Bhupendra Patel અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને દિલ્હી તેડું

    June 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Amreli: બસમાં ચડતાં પેસેન્જરોના પર્સની ચોરી કરતા પતિ પત્ની ઝડપાયા

    June 9, 2026

    Jamnagarની મહિલાનો ફોટો એડિટ કરી બદનામ કરતો વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ

    June 9, 2026

    MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે બિનહરીફ

    June 9, 2026

    શેરબજારમાં રોકાણના નામે સાયબર ઠગાઈ કરનાર આરોપીને Amreli સીટી પોલીસે ઝડપી પાડ્યો

    June 9, 2026

    Surendranagar: ધાંગધ્રામાંથી ૧ .૮કિલો સૂકા ગાંજા સાથે એક ઇસમ ઝડપાયો

    June 9, 2026

    ગુજરાતનું ગૌરવ: Rajkotની સ્વદેશી બનાવટની ડ્રોન મોટર્સ હવે વૈશ્વિક બજારના આર.પી.એમ ફેરવશે

    June 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli: બસમાં ચડતાં પેસેન્જરોના પર્સની ચોરી કરતા પતિ પત્ની ઝડપાયા

    June 9, 2026

    Jamnagarની મહિલાનો ફોટો એડિટ કરી બદનામ કરતો વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ

    June 9, 2026

    MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે બિનહરીફ

    June 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.