ભક્તિનગર પોલીસે હુડકો ચોકડી પાસે થી દબોચ્યો, વધુ કાર્યવાહી હાથ ધરી
Rajkot,તા.10
શહેરના હુડકો ચોકડી પાસે રહેતો અને ચેક રિટર્નના કેસની સજા વોરંટ માં સાત માસથી નાસતા ફરતા આરોપી ને ભક્તિ નગર પોલીસે ઝડપી પાડ્યો હતો અને વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી
આ અંગે મળતી માહિતી મુજબ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા નાસતા ફરતા આરોપીને પકડી પાડવા ની સૂચના અન્વયે ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ જેડી પરમાર ના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ પેટ્રોલિંગ હતી તે દરમિયાન બાતમી મળેલ કે કોઠારીયા રોડ પર હુકડો ચોકડી પાછળ પૂજા પાર્કમાં રહેતો આરોપી નિકુંજ ગોરધનભાઈ સોલંકી ને ચેક રિટર્નના કેસમાં સજા વોરંટની બજવણીથી બચવા સાત માસથી નાસતો ફરતો હોવાની માહિતી આધારે હુકડી ચોકડી પાસેથી ભક્તિનગરની ટીમે ઝડપી પાડ્યો હતો અને આગળની વધુ કાર્યવાહી હાથધરી હતી

