Bhavnagar,તા.૧૦
શહેરમાં શાળાઓનો પ્રારંભ થતાની સાથે જ આરટીઓ વિભાગ દ્વારા શાળાઓની આસપાસ ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. પેટ્રોલની ક્રાઇસીસ વચ્ચે ઇલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ વધ્યો છે, અને ખાસ કરીને શાળાના બાળકો દ્વારા પણ ઈલેક્ટ્રીક વાહનો ઉપયોગ થતો જોવા મળી રહ્યો છે. જો કે આરટીઓ વિભાગ દ્વારા વાહનોમાં વધુ વિદ્યાર્થી ભરવામાં આવતા હોય તેમજ નિયમભંગ થતા હોય તેવા અલગ-અલગ બનાવમાં કેસો કરીને કાર્યવાહી હાથ ધરી છે.
Bhavnagar શહેરના કાળિયાબીડ વિસ્તાર સહિત બે દિવસ સુધી ઇર્ં વિભાગ દ્વારા વાહન ચેકિંગ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. ત્યારે આરટીઓ વિભાગ દ્વારા શાળાઓની ચાલતી રીક્ષાઓ સહિત ટુ વ્હીલર લઈને આવતા વિદ્યાર્થીઓ વગેરેને નિયમ ભંગ બદલ ઝડપીને કાર્યવાહી કરી છે. આરટીઓ ઇન્સ્પેક્ટર એમ.ટી .મકવાણાના જણાવ્યા પ્રમાણે બે દિવસમાં ૪૪ જેટલા કેસ કરીને આશરે બે લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.
ભાવનગર શહેરમાં આરટીઓની કાર્યવાહીને લઈને ઇન્સ્પેક્ટર એમ.ટી.મકવાણાએ જણાવ્યું હતું કે, શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે, ત્યારે કલેક્ટર સાહેબની સૂચના મુજબ શાળાઓની આસપાસ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં પરિવહન કરતાં વાહનમાં પરમીટ ભંગ, યાંત્રિક ખામીઓ, પીયુસી, લાઇસન્સ સહિત વાહનોમાં લિમિટ કરતાં વધુ વિદ્યાર્થીઓ ભરવામાં આવ્યા હોય તેવા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ ડ્રાઈવ શરૂ રાખવામાં આવશે.
ઇન્સ્પેક્ટર એમ.ટી.મકવાણાએ વધુમં જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રીક વાહનમાં કેટેગરી આવે છે. જેમાં ૨૫ દ્ભસ્ કરતા વધુ ગતિએ જતા હોય, જેનું વજન ૬૦ કિલો થી વધુ હોય અને બેટરીની કેપેસિટી ૨૫૦ વોટથી વધુ હોય તેવા બધા જ વાહનો માટે લાયસન્સ કમ્પલસરી છે. ટેસ્ટિંગ એજન્સી એપૃવ કરી હોય અને સરકારે તેને એપ્રુવલ કર્યું હોય તેવી એજન્સીના વાહનોમાં પણ ક્રાઈટેરિયા મુજબ લાયસન્સ હોવું જરૂરી છે. જો કે બે દિવસની ડ્રાઇવમાં આરટીઓ દ્વારા બે ઇલેક્ટ્રીક વાહનો સામે પણ કાર્યવાહી કરી હતી.

