Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreliના બગસરા પાસે સિંહણનો જીવલેણ હુમલોઃ ૭ વર્ષીય બાળકનું કરુણ મોત, ગ્રામજનોમાં રોષ

    June 12, 2026

    Junagadh કેશોદ તાલુકામાં ૪ સ્થળોએ જનકલ્યાણ શિબિર યોજાશે

    June 12, 2026

    Suratમાં ૫ દિવસથી ગુમ થયેલા યુવકનો કારમાંથી મૃતદેહ મળ્યો, દુર્ગંધ આવતા ભેદ ખુલ્યો

    June 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreliના બગસરા પાસે સિંહણનો જીવલેણ હુમલોઃ ૭ વર્ષીય બાળકનું કરુણ મોત, ગ્રામજનોમાં રોષ
    • Junagadh કેશોદ તાલુકામાં ૪ સ્થળોએ જનકલ્યાણ શિબિર યોજાશે
    • Suratમાં ૫ દિવસથી ગુમ થયેલા યુવકનો કારમાંથી મૃતદેહ મળ્યો, દુર્ગંધ આવતા ભેદ ખુલ્યો
    • Junagadh કૃષિ યુનિ.ના પરિતળાવ બોટનિકલ ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
    • Jamnagarના બેડેશ્વર વિસ્તારમાં સાયચા ગેંગના ગેરકાયદેસર બાંધકામો ઉપર તંત્રનો બુલડોઝર,૧૬ કરોડની સરકારી જમીન દબાણમુક્ત
    • Panchmahalની ખૌફનાક મર્ડર મિસ્ટ્રીઃ દિયર પ્રેમીએ ભાભીને પામવા માટે ભાઈનું જ માથું છુંદ્યું
    • Upleta માં બેંક ઓફ બરોડાના મહિલા કેશિયરનો આપઘાત
    • ગીતામૃતમ્..જ્ઞાનરૂપી અગ્નિથી તમામ કર્મો ભસ્મ થઇ જાય છે.
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Panchmahalની ખૌફનાક મર્ડર મિસ્ટ્રીઃ દિયર પ્રેમીએ ભાભીને પામવા માટે ભાઈનું જ માથું છુંદ્યું
    ગુજરાત

    Panchmahalની ખૌફનાક મર્ડર મિસ્ટ્રીઃ દિયર પ્રેમીએ ભાભીને પામવા માટે ભાઈનું જ માથું છુંદ્યું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 12, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Panchmahal,તા.૧૨

    કાલોલમાંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. પત્નીએ દિયરના પ્રેમમાં અંધ બનીને પોતાના જ પતિને મોતને ઘાટ ઉતારી દીધો. જેમાં તેનો પિતરાઈ ભાઈ એટલે કે પ્રેમી પણ સામેલ હતો. આરોપીઓએ લોકોને શંકા ન જાય તે માટે કેનાલ નજીક એક ખાડો ખોદી તેમાં મીઠું નાખી લાશના ટુકડા કરી દાટી દીધી હતી, પરંતુ પોલીસે આગવી ઢબે તપાસ અને પૂછપરછ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો અને આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા.

    Panchmahal જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલા ભાદરોલી બુઝર્ગ ગામમાં ૩૫ વર્ષીય રાજેશભાઈ નરવતસિંહ સોલંકીની અત્યંત ઘાતકી રીતે હત્યા કરવામાં આવી. હત્યાનું કારણ કોઈ સાથેની દુશ્મનાવટ નહીં પણ પત્નીની જ બેવફાઈ હતું. રાજેશભાઈની પત્ની શિલ્પાબેન અને રાજેશભાઈના પિતરાઈ ભાઈ ધર્મેન્દ્રસિંહ સોલંકી વચ્ચે આંખ મળી જતાં કથિત પ્રેમ સંબંધો બંધાયા હતા.

    આ પ્રેમ સંબંધની રમતમાં જ્યારે પતિ રાજેશ નડતરરૂપ બનવા લાગ્યો ત્યારે પત્ની શિલ્પાને આંખમાં કણા જેમ ખૂંચવા લાગ્યો હતો અને શિલ્પાએ જ પ્રેમી ધર્મેન્દ્રને પોતાના જ પતિને પ્રેમ માર્ગમાંથી દૂર કરી દેવા દબાણ કરવાનું શરૂ કર્યું હતું. આખરે ધર્મેન્દ્રએ રાજેશને પ્રેમ માર્ગમાંથી દૂર કરવાનો માસ્ટર પ્લાન બનાવી લીધો અને પાર પણ પાડી દીધો.

    ધર્મેન્દ્ર તેના અન્ય મિત્રો સાથે બાઇક પર રાજેશને સાથે લઈ ગયો ત્યારબાદ ધર્મેન્દ્ર અને રાજેશ હોટેલમાં સાથે જમ્યા અને અન્ય મિત્રની બાઇક પર ગામમાં પરત પણ ફર્યા, પરંતુ મોડી રાત્રે ભાભીના પ્રેમમાં અંધ બનેલો ધર્મેન્દ્ર પોતાના પિતરાઈ ભાઈ રાજેશને તળાવ તરફ લઈ ગયો. જ્યાં રાત્રિના અંધકારમાં ભાદરોલી ગામના મોટા તળાવ અને તૂટેલા ચેકડેમ પાસે પ્રેમી ધર્મેન્દ્રએ કસાઈ બનીને પાછળથી રાજેશભાઈના માથામાં ઈંટનો ઘા ઝીંકી દીધો.

    આરોપીને એટલાથી પણ સંતોષ ન થતાં ધર્મેન્દ્રએ ચેકડેમના પથ્થર પર તેમનું માથું વારંવાર પછાડીને કમકમાટીભર્યું મોત નીપજાવ્યું. આ પાપને છુપાવવા માટે હત્યારાએ શિલ્પાના કહેવા મુજબ પુરાવાનો નાશ કરવા માટે તીક્ષ્ણ હથિયારથી મૃતક રાજેશના હાથ અને પગ કાપી નાખ્યા અને ટુકડા કરી ચેકડેમ નજીક ખાડો ખોદી, મીઠું નાખી દાટી દીધા.

    રાજેશ નોકરી નહીં જતો હોવા ઉપરાંત ઘરે પણ નહીં આવતા મૃતકના નાના ભાઈ જગદીશભાઈએ પોતાનો ભાઈ રાજેશ ગુમ થયો હોવાની કાલોલ પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. નાના ભાઈની ફરિયાદના આધારે પોલીસે આગવી સૂઝબૂઝ સાથે તપાસ શરૂ કરી અને મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલી કાઢ્યો. પરિવારને પહેલેથી જ ધર્મેન્દ્ર અને શિલ્પાના આડા સંબંધો પર શંકા હતી.

    જેનો અણસાર પોલીસને આવતાં જ પોલીસ અધિકારીએ ધર્મેન્દ્રને પોલીસ મથકે બોલાવીને આકરી પૂછપરછ કરી ત્યારે આખરે ધર્મેન્દ્ર ભાંગી પડ્યો અને હત્યાનો આખો ઘટનાક્રમ ખુલ્લો પડી ગયો. આરોપી ધર્મેન્દ્રના બતાવ્યા મુજબ પોલીસે પંચોની હાજરીમાં ખાડો ખોદાવ્યો અને ત્યાંથી રાજેશનો હાથ-પગ કપાયેલો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો અને પેનલ પીએમ કરાવવામાં આવ્યું.

    જે પત્નીએ જીવનભર સાથ નિભાવવાના વચનો આપ્યા હતા, તેણે જ પોતાના પ્રેમી સાથે મળીને પતિની કબર ખોદી નાખી. પોલીસે મૃતકના ભાઈ જગદીશભાઈની ફરિયાદના આધારે શિલ્પા અને ધર્મેન્દ્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

    Panchmahal
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    Suratમાં ૫ દિવસથી ગુમ થયેલા યુવકનો કારમાંથી મૃતદેહ મળ્યો, દુર્ગંધ આવતા ભેદ ખુલ્યો

    June 12, 2026
    જામનગર

    Jamnagarના બેડેશ્વર વિસ્તારમાં સાયચા ગેંગના ગેરકાયદેસર બાંધકામો ઉપર તંત્રનો બુલડોઝર,૧૬ કરોડની સરકારી જમીન દબાણમુક્ત

    June 12, 2026
    અમદાવાદ

    Gujarat’s Granted School ઓના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, કાયમી શિક્ષકો જ નથી!

    June 12, 2026
    ગુજરાત

    સુરતની જેમ હવે વડોદરામાં ભૂતિયા ડિમોલિશનકાંડ,લાભાર્થીઓ ટીડીઓ પાસે પહોંચ્યા

    June 12, 2026
    વડોદરા

    Vadodaraમાં ‘ડિજિટલ એરેસ્ટ’નો સનસનાટીભર્યો કિસ્સોઃ નિવૃત્ત અધિકારીને ૧૮ દિવસ બંધક રાખી ૧.૫૯ કરોડ પડાવ્યા!

    June 12, 2026
    ગુજરાત

    રાજ્યના પોલીસ વડા જી.એસ.મલિકના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ વિડિઓ કોન્ફરન્સ યોજાઈ

    June 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Amreliના બગસરા પાસે સિંહણનો જીવલેણ હુમલોઃ ૭ વર્ષીય બાળકનું કરુણ મોત, ગ્રામજનોમાં રોષ

    June 12, 2026

    Junagadh કેશોદ તાલુકામાં ૪ સ્થળોએ જનકલ્યાણ શિબિર યોજાશે

    June 12, 2026

    Suratમાં ૫ દિવસથી ગુમ થયેલા યુવકનો કારમાંથી મૃતદેહ મળ્યો, દુર્ગંધ આવતા ભેદ ખુલ્યો

    June 12, 2026

    Junagadh કૃષિ યુનિ.ના પરિતળાવ બોટનિકલ ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

    June 12, 2026

    Jamnagarના બેડેશ્વર વિસ્તારમાં સાયચા ગેંગના ગેરકાયદેસર બાંધકામો ઉપર તંત્રનો બુલડોઝર,૧૬ કરોડની સરકારી જમીન દબાણમુક્ત

    June 12, 2026

    Upleta માં બેંક ઓફ બરોડાના મહિલા કેશિયરનો આપઘાત

    June 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreliના બગસરા પાસે સિંહણનો જીવલેણ હુમલોઃ ૭ વર્ષીય બાળકનું કરુણ મોત, ગ્રામજનોમાં રોષ

    June 12, 2026

    Junagadh કેશોદ તાલુકામાં ૪ સ્થળોએ જનકલ્યાણ શિબિર યોજાશે

    June 12, 2026

    Suratમાં ૫ દિવસથી ગુમ થયેલા યુવકનો કારમાંથી મૃતદેહ મળ્યો, દુર્ગંધ આવતા ભેદ ખુલ્યો

    June 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.