ડિજિટલ સુરક્ષા નેટવર્કને મજબૂત કરવા ખાનગી સીસીટીવીફ કેમેરાનું પોલીસ સિસ્ટમ સાથે ઇન્ટિગ્રેશન કરવા પર મુકાયો ભાર
Gandhinagar,તા.૧૨
ટેક્નોલોજી અને જનભાગીદારીના સમન્વયથી ગુજરાતના સુરક્ષા માળખાને વધુ મજબૂત કરવાના એક મોટા પ્રયાસરૂપે, રાજ્યના પોલીસ વડા શ્રી જી. એસ. મલિકના અધ્યક્ષસ્થાને આજે પોલીસ ભવન, ગાંધીનગર ખાતેથી એક ઉચ્ચ સ્તરીય વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેમણે રાજ્યભરના પોલીસ અધિકારીઓને ખાનગી ઝ્રઝ્ર્ફ કેમેરાને પોલીસ સર્વેલન્સ નેટવર્ક સાથે સાંકળવાની કામગીરી ગતિશીલ બનાવવા આદેશ આપ્યા હતા.
આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના તમામ મહાનગરોના પોલીસ કમિશનરશ્રીઓ, રેન્જ આઇ.જી.શ્રીઓ, જિલ્લા પોલીસ વડાશ્રીઓ તેમજ તમામ પોલીસ યુનિટના વડાઓ ઓનલાઈન જોડાયા હતા.બેઠકમાં કાયદો-વ્યવસ્થા, ગુના નિયંત્રણ, નાગરિકોની ફરિયાદોનું નિવારણ, પોલીસ ફોર્સની ફિટનેસ અને ’મિશન બેટર પોલિસિંગ’ જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ કોન્ફરન્સમાં મહત્વનો એક મુદ્દો લોકભાગીદારી દ્વારા રાજ્યના ડિજિટલ સુરક્ષા કવચને સુદ્રઢ કરવાનો હતો. શ્રી જી. એસ. મલિકે ખાનગી ધોરણે લાગેલા સીસીટીવી કેમેરાને પોલીસ મોનિટરિંગ સિસ્ટમ સાથે લિંક કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રીઅલ-ટાઇમ સર્વેલન્સ ક્ષમતા વધારવા, ગુનાઓ શોધી કાઢવા અને તપાસને વધુ સચોટ બનાવવા માટે લોક સહયોગથી ઝ્રઝ્ર્ફ નેટવર્કનો વ્યાપ વધારવા પર વિશેષ ભાર મૂક્યો હતો. રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરતા રાજ્યના પોલીસ વડાશ્રીએ અધિકારીઓને ’પ્રોએક્ટિવ પોલિસિંગ’ કરવા સૂચના આપી હતી.
પોલીસિંગ વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ અને નાગરિક-કેન્દ્રિત બનાવવા માટે “મિશન બેટર પોલિસિંગ” અંતર્ગત ગઠિત કરવામાં આવેલી વિવિધ સમિતિઓની કામગીરીની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી, અને સુધારાઓનો અસરકારક અમલ કરવા દિશા-નિર્દેશો અપાયા હતા.
બેઠકના અંતે, ડીજીપી શ્રી જી. એસ. મલિકે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ સંવેદનશીલ અને મહત્વના મુદ્દાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી, સમયમર્યાદામાં તમામ નિર્ણયોનું યોગ્ય અમલીકરણ સુનિશ્ચિત કરવા કડક આદેશ આપ્યા હતા.બે કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ મેરેથોન વીડિયો કોન્ફરન્સમાં રાજ્યના પોલીસ વડાશ્રી દ્વારા કાયદો-વ્યવસ્થા અને વહીવટી પ્રક્રિયાને વધુ સુદ્રઢ કરવા અન્ય પ્રસ્તુત મુદ્દાઓ પર પણ ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

