Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે
    • CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા
    • પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની
    • Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ
    • Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર
    • Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા
    • Iran ના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતના ૪ મહિના બાદ થશે અંતિમ સંસ્કાર
    • Suratના નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે નવો વળાંક, મ્યુ.કમિશનરને દિલ્હીનું તેડુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, June 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Junagadhમાં કરોડો રૂપિયાના આંતરરાજ્ય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ થયો
    સૌરાષ્ટ્ર

    Junagadhમાં કરોડો રૂપિયાના આંતરરાજ્ય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ થયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadh,તા.૧૩

    Junagadhમાં કરોડો રૂપિયાના આંતરરાજ્ય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ થયો છે. ગુજરાત સરકારના ‘ઓપરેશન મ્યુલ હન્ટ-૨’ અંતર્ગત જૂનાગઢ એસઓજી અને બી-ડિવિઝન પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં ૩૯.૫૩ કરોડની ઓનલાઈન છેતરપિંડી સાથે જોડાયેલા ગેંગના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં કુલ ૧૮ લોકો સામે ગુનો નોંધાયો છે.

    પોલીસ તપાસ મુજબ, આરોપીઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પૈસાની લાલચ આપીને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. ત્યારબાદ તે ખાતાઓની પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ અને અન્ય જરૂરી દસ્તાવેજો પોતાના કબજામાં રાખીને દેશભરમાંથી સાયબર ફ્રોડના નાણાં તેમાં ટ્રાન્સફર કરાવતા હતા.

    આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કેવિન ડેકીવાડિયા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે કેવિન અગાઉ પણ સમાન પ્રકારના ગુનામાં સંડોવાયેલો હોવાથી જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં બંધ હતો. પોલીસે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને તેની કસ્ટડી મેળવી વધુ પૂછપરછ હાથ ધરી હતી, જેમાં સમગ્ર નેટવર્કની મહત્વપૂર્ણ વિગતો બહાર આવી હતી.

    તપાસ દરમિયાન સમીર વૈષ્ણાણી નામના અન્ય એક વ્યક્તિની સંડોવણી પણ સામે આવતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, સમીરે અલગ-અલગ લોકોને નેટવર્ક સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

    સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાતા આ ‘મ્યુલ એકાઉન્ટ્‌સ’ મારફતે દેશના વિવિધ રાજ્યોમાં ઠગાઈનો ભોગ બનેલા લોકોના નાણાં એકત્ર કરવામાં આવતા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ ૧૮ જેટલા બેંક ખાતાઓનો ઉપયોગ કરીને કુલ ૬૬ લોકો સાથે ૩૯.૫૩ કરોડની છેતરપિંડી આચરી હતી.

    પોલીસ અનુસાર, ફ્રોડથી મળેલા નાણાંનો ટ્રેક મુશ્કેલ બનાવવા માટે રકમને અલગ-અલગ બેંક ખાતાઓમાં વહેંચી દેવામાં આવતી હતી. ત્યારબાદ રોકડ ઉપાડવા અથવા ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરીને નાણાંને વધુ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. આ કેસના તાર જૂનાગઢ ઉપરાંત અમદાવાદ, વડોદરા, જામનગર, ભાવનગર અને મહારાષ્ટ્રના રત્નાગિરી સુધી પહોંચતા હોવાનું સામે આવ્યું છે. પોલીસને પૂછપરછ દરમિયાન અન્ય કેટલાક શંકાસ્પદ લોકોના નામ પણ મળ્યા છે, જેના આધારે વધુ તપાસ ચાલુ છે. જૂનાગઢ પોલીસ હાલમાં આ સમગ્ર નેટવર્કના અન્ય સભ્યો સુધી પહોંચવા અને છેતરપિંડીના નાણાંની હેરફેર અંગે વધુ વિગતો મેળવવા માટે સઘન તપાસ કરી રહી છે.

    Junagadh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર

    June 13, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadhમાં શિક્ષણ ક્ષેત્રે બે મોટા ખુલાસાઃ એડમિશન ગેરરીતિથી લઈને બોગસ પ્રમાણપત્ર સુધી ઉઠ્યા ગંભીર સવાલો

    June 13, 2026
    સૌરાષ્ટ્ર

    સાબરમતીથી વેરાવળ વંદેભારતનો ટ્રેનનો રૂટ બદલાયો પણ અમરેલી જિલ્લામાં કેટલા સ્ટોપ મળશે ?

    June 13, 2026
    સૌરાષ્ટ્ર

    ગીર સોમનાથમાં ૩૧૦ કરોડના Cyber ​​fraudનો પર્દાફાશ થયો

    June 13, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: પ્રેમિકાના ઘરે પહોંચેલા પ્રેમી પર તૂટી પડ્યો પરિવાર, ગંભીર ઈજાઓથી મોત

    June 13, 2026
    સૌરાષ્ટ્ર

    Veraval: સોમનાથ દર્શને જતાં 3 માસિયાઈ ભાઈઓને અકસ્માત

    June 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026

    Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ

    June 13, 2026

    Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર

    June 13, 2026

    Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા

    June 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.