Mumbai,તા.17
સલમાન ખાન સાથે સંકળાયેલા ૧૯૯૮ના કાળા હરણના શિકારના કેસથી પ્રેરિત હોવાનું મનાતી ફિલ્મ ‘કાલા હિરન’ ફરતેનો વિવાદ વધી ગયો છે. નિર્માતા અમિત જાનીએ અગ્રણી કલાકાર ગોવિંદ નામદેવને કાનૂની ચેતવણી જારી કરી છે.
નામદેવે તાજેતરમાં તેને પ્રોજેક્ટમાં ગેરમાર્ગે દોરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. નામદેવે કહ્યું હતું કે ફિલ્મનું મૂળ નામ ‘સંભલ’ હતું અને વાર્તાને પછી ફેરવી નાખવામાં આવશે તેવી તેને જાણ નહોતી.
ગોવિંદ નામદેવના આરોપના પ્રતિસાદમાં અમિત જાનીએ તેને નોટિસ આપીને સાત દિવસમાં માફી માગવાની તેમજ પચાસ લાખનું વળતર આપવાની માગણી કરી છે. નિર્માતાએ જણાવ્યું કે નામદેવે કાલા હિરનમાં તેમજ તેની સીક્વલમાં પણ પૂરતી જાણકારી સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું.

