(કિરીટ જોટવા દ્વારા) Vadia તા.૧૭
સમગ્ર રાજ્યમાં બિન અધિકૃત અનાજના વાહન અને વેપાર બાબતે અનેક ફરિયાદો સામે આવતી જોવા મળે છે ત્યારે અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા મામલતદાર ને મળેલી બાતમીના આધારે વડિયા મામલતદાર યોગેશ બારડની સૂચનાથી વડિયાથી બરવાળા તરફ જવાના રસ્તા પર એક ટાટા વાહન માં બિન અધિકૃત અનાજનો જથ્થો પસાર થતો હોવાથી તે સ્થળ પર વડિયા મામલતદારની ટીમ દ્વારા તે વાહન રોકાવી તેની તપાસ કરતા તે બિન અધિકૃત અનાજનો જથ્થો હોવાનુ માલુમ પડતા તેમને વડિયા મામલતદાર ઓફિસે લાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અનાજના જથ્થામાં ઘઉં ૧૮૧.૧૮૦કિગ્રા,ચોખા ૫૫૭.૫૫૦કિગ્રા,ચણા -૮ પેકેટ,તુવેરદાળ ૮પેકેટ સહીત એક ટાટા એસીઈ ગાડી અને વજન કાટો મળી કુલ ૯૯૪૧૦/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અનાજને સરકારી ગોડાઉન ખાતે જયારે વાહન ને વડિયા પોલીસ ને સોંપવામાં આવેલ હતુ. વડિયા મામલતદારની આ કાર્યવાહી થી અનાજ માફિયાઓમાં ફાફડાટ જોવા મળ્યો હતો. લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ સસ્તા અનાજની દુકાનોમાં જે અનાજ લોકોને આપવામાં આવે છે તે અનાજ ફેરિયાઓને વેચીને આ રેશનકાર્ડ ધારકો તેના બદલામાં વાસણ અને નાણાં એકત્રિત કરતા હોય છે ત્યારે જો આવુ બનતું હોય તો આ બાબતે તટસ્થ તપાસ કરી જે રેશનકાર્ડ ધારકો સસ્તા અનાજની દુકાનનું અનાજ લઈને વેંચતા હોય તેવાને ઝડપી કડક કાર્યવાહી કરવી જરૂરી બંને છે જેથી સરકારના નાણાંનો વેડફાડ અટકાવી શકાય અને આવા બની બેઠેલા ગરીબો ને ગરીબી રેખાનીચેથી હટાવી શકાય.આ રેડ માં મામલતદાર યોગેશ બારડ ની સૂચનાથી નાયબ મામલતદાર દિપક મકવાણા,મુખ્તારબિન શેખ, સર્કલ ઓફિસર કુલદીપસિંહ સિંધવ જોડાયા હતા.

