Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jasdan રેલવે સ્ટેશન નજીક ખાનગી બસ પલ્ટી ગઇ,11 ઘવાયા

    June 19, 2026

    Rajkot સરકારી નાણાની ઉચાપતમા આઉટસોર્સિંગના કર્મચારીના આગોતરા જામીન રદ

    June 19, 2026

    Rajkot ચેક રીટર્ન કેસમાં મિત્રને 1વર્ષની જેલ રૂપિયા બે લાખ વળતર ફીરયાદીને ચુકવવા આદેશ

    June 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jasdan રેલવે સ્ટેશન નજીક ખાનગી બસ પલ્ટી ગઇ,11 ઘવાયા
    • Rajkot સરકારી નાણાની ઉચાપતમા આઉટસોર્સિંગના કર્મચારીના આગોતરા જામીન રદ
    • Rajkot ચેક રીટર્ન કેસમાં મિત્રને 1વર્ષની જેલ રૂપિયા બે લાખ વળતર ફીરયાદીને ચુકવવા આદેશ
    • Amreli જિલ્લા ભાજપ અગ્રણી ડૉ.ભરત કાનાબાર દ્વારા પક્ષપલટા કરનારા જનપ્રતિનિધિઓ પર વ્યંગાત્મક કાર્ટૂન પોસ્ટ વાયરલ
    • Rajkot કોર્પોરેશનના ઇજનેર સાથે 2.49 કરોડની ઠગાઈમા શિક્ષિકાના જામીન રદ
    • Jamnagarના ગોકુલનગર જકાતનાકા પાસે બે જૂથ વચ્ચે ધિંગાણુંઃસામસામે ફરિયાદો નોંધાવાઈ, ૧૦ શખ્સો ઝડપાયા
    • Rajkot નોટબંધીવેળાએ બે હજારની 8 લાખની ચલણી નોટો સાથે ઝડપાયેલ વેપારીને 2 વર્ષની સજા
    • Rajkot બીમારીની દવાની સાથે દારૂ પી જતાં યુવાનનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar: પ્રેમલગ્નનો ખાર રાખી સાળા સહિત ચાર શખ્સોએ પ્રેમી યુવક પર જીવલેણ હુમલો કર્યો
    જામનગર

    Jamnagar: પ્રેમલગ્નનો ખાર રાખી સાળા સહિત ચાર શખ્સોએ પ્રેમી યુવક પર જીવલેણ હુમલો કર્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પ્રેમિકા પત્નીના ભાઈઓ અને સંબંધીઓએ રસ્તામાં બાઈક રોકી હુમલો કર્યો બચાવવા પડેલી પત્નીને પણ છરી અને ધોકાથી ઇજાઓ પહોંચાડી

    (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૯

    જામનગર શહેરમાં પ્રેમલગ્ન કરનાર યુવક અને તેની પત્ની પર પત્નીના ભાઈઓ તથા અન્ય સંબંધીઓએ જીવલેણ હુમલો કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. હુમલામાં યુવકના માથામાં છરીના ઘા વાગતા ગંભીર ઇજા પહોંચી હતી, જ્યારે જમણા પગમાં ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું છે.

    ફરિયાદ મુજબ, મોરકંડા રોડ વિસ્તારમાં રહેતા ૨૨ વર્ષીય અવેશ દાઉદભાઈ નોતિયારે તા. ૧ એપ્રિલ, ૨૦૨૬ના રોજ મુસ્કાન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્ન પત્નીના પરિવારને પસંદ ન હોવાથી તેઓ મનદુઃખ અને ખાર રાખતા હતા.તા. ૧૮ જૂન, ૨૦૨૬ની રાત્રે આશરે સાડા દસ વાગ્યે અવેશ પોતાની પત્ની મુસ્કાન સાથે મામાના ઘરેથી પરત ફરી રહ્યા હતા ત્યારે કાલાવડ નાકા બહાર લાખા ગેરેજ નજીક તેમના સાળા અલ્ફાઝ યુસુફ માડકિયા અને ફેજાન રફીક માડકિયાએ તેમનું મોટરસાયકલ રોકી દીધું હતું. ત્યારબાદ હમજા યુસુફ માળકીયા અને રૂબીનાબેન રફીકભાઈ માડકીયા પણ ત્યાં પહોંચી ગયા હતા.

    આરોપ છે કે ફેજાને છરી વડે અવેશના માથામાં હુમલો કર્યો હતો, જ્યારે અલ્ફાઝ અને હમજાએ લાકડાના ધોકાથી તેમજ રૂબીનાએ લોખંડના પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં અવેશને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી અને જમણા પગમાં ફ્રેક્ચર થયું હતું. વચ્ચે બચાવવા પડેલી પત્ની મુસ્કાનને પણ બંને હાથમાં છરીના ઘા તેમજ શરીરે અન્ય ઇજાઓ પહોંચી હતી.બનાવ દરમિયાન આરોપીઓએ દંપતીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. આસપાસના લોકો ભેગા થઈ જતા હુમલાખોરો સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. બાદમાં ઇજાગ્રસ્ત દંપતીને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પ્રેમલગ્નથી નારાજ પત્નીના પરિવારજનોએ પૂર્વયોજના મુજબ રસ્તામાં રોકી હુમલો કર્યો હતો. સમગ્ર બનાવને લઈને વિસ્તારમાં ચર્ચા જાગી છે.આ બનાવ અંગે અવેશ દાઉદભાઈ નોતિયારની ફરિયાદના આધારે સીટી એ ડિવિઝન પોલીસે ફેજાન રફીક માંડકિયા, અલ્ફાઝ યુસુફ માંડકિયા, હમજા અને રૂબીનાબેન સામે હત્યાના પ્રયાસ, મારામારી, ધમકી તથા હથિયારબંધીના જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarના ગોકુલનગર જકાતનાકા પાસે બે જૂથ વચ્ચે ધિંગાણુંઃસામસામે ફરિયાદો નોંધાવાઈ, ૧૦ શખ્સો ઝડપાયા

    June 19, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં પ્રોહિબિશનના ચાર ગુનાઓ નોંધાયા, વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    June 19, 2026
    જામનગર

    Jamnagarમાં ભાડાના મકાનમાંથી શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો

    June 19, 2026
    જામનગર

    Jamnagar નજીક જામવણથલીમાં યુવક પર જીવલેણ હુમલો

    June 19, 2026
    જામનગર

    Jamnagarમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં મકાનના બાંધકામ બાબતે બોલાચાલી બાદ મારામારી

    June 19, 2026
    જામનગર

    Jamnagar: તુલીપ સોસાયટીમાં ગેસ લીકેજથી આગ, દુર્ઘટના ટળી

    June 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jasdan રેલવે સ્ટેશન નજીક ખાનગી બસ પલ્ટી ગઇ,11 ઘવાયા

    June 19, 2026

    Rajkot સરકારી નાણાની ઉચાપતમા આઉટસોર્સિંગના કર્મચારીના આગોતરા જામીન રદ

    June 19, 2026

    Rajkot ચેક રીટર્ન કેસમાં મિત્રને 1વર્ષની જેલ રૂપિયા બે લાખ વળતર ફીરયાદીને ચુકવવા આદેશ

    June 19, 2026

    Amreli જિલ્લા ભાજપ અગ્રણી ડૉ.ભરત કાનાબાર દ્વારા પક્ષપલટા કરનારા જનપ્રતિનિધિઓ પર વ્યંગાત્મક કાર્ટૂન પોસ્ટ વાયરલ

    June 19, 2026

    Rajkot કોર્પોરેશનના ઇજનેર સાથે 2.49 કરોડની ઠગાઈમા શિક્ષિકાના જામીન રદ

    June 19, 2026

    Jamnagarના ગોકુલનગર જકાતનાકા પાસે બે જૂથ વચ્ચે ધિંગાણુંઃસામસામે ફરિયાદો નોંધાવાઈ, ૧૦ શખ્સો ઝડપાયા

    June 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jasdan રેલવે સ્ટેશન નજીક ખાનગી બસ પલ્ટી ગઇ,11 ઘવાયા

    June 19, 2026

    Rajkot સરકારી નાણાની ઉચાપતમા આઉટસોર્સિંગના કર્મચારીના આગોતરા જામીન રદ

    June 19, 2026

    Rajkot ચેક રીટર્ન કેસમાં મિત્રને 1વર્ષની જેલ રૂપિયા બે લાખ વળતર ફીરયાદીને ચુકવવા આદેશ

    June 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.