જમીનના સોદામાં ઉંચા વળતરની લાલચ આપી આરોપી સાહેદ સાથે શિક્ષિકા હોઇ, વિશ્વાસ કેળવી ફરિયાદી દંપતીએ મરણ મૂડી ભેગી કરી દંપતીને આપી હતી
Harpalsinh Jadeja,Rajkot,તા.19
જમીનના સોદા અને દલાલીમાં મોટો નફો અપાવવાની લાલચ આપીમ્યુનિસિપલ કોર્પોરેશનના આસિ. ઇજનેર સાથે 2.49 કરોડની છેતરપિંડી આચરવાના ગુનામાં પકડાયેલા દંપતી પૈકી શિક્ષિકા પત્નીની જામીન અરજી અદાલતે ફગાવી દેવામાં આવી છે.
શહેરના યુનિવર્સિટી રોડ વિસ્તારમાં રહેતા અને મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા કરણરાજસિંહ યોગેન્દ્રસિંહ ઝાલાએ તેમના પત્નીની સાથે આત્મીય સ્કૂલમાં શિક્ષિકા દીપાબેન દેથરીયા અને તેના પતિ આશિષ દેથરીયા દંપતી વગેરે સામે રૂ. 2.49 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. કરણરાજસિંહની પત્ની કૃપાબા દીપાબેન બંને આત્મીય સ્કૂલમાં શિક્ષિકા હોવાને કારણે નાના મોટા ઉછીપાછીના નાણાં લેવા અને પરત કરવા બાબતે પરિવારો વચ્ચે ઘરોબો વધ્યો હતો. દરમિયાન દેથલીયા દંપતીએ અવધના ઢાળિયા અને હિરાસર વિસ્તારમાં જુદી જુદી જમીનનોના સોદા કરવા તેમજ તેમાં મોટી રકમની દલાલી માટે લલચાવી નાણા રોકાણ કરવા માટે સમજાવી લીધા હતા, કરણરાજસિંહ ઝાલા દંપતીએ
સોનાના દાગીના ગીરવે મૂકી, વેચી પોતાની બચત ઉપરાંત સંબંધીઓ અને મિત્રોથી ઉછીના રૂપિયા, બેંક લોન, ક્રેડિટ કાર્ડમાંથી રકમ ઉપાડી રૂ. 2.49 કરોડ ટ્રાન્સફર કરાવ્યા હતા. ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.પોલીસે આશિષ દેથલીયા અને તેની પત્ની દીપા દેથલિયાની ધરપકડ કરી રિમાન્ડ ઉપર મેળવી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, તેમાં મહિલા આરોપી દીપાબેને કોર્ટ સમક્ષ જામીનઅરજી ગુજારી હતી. જેમાં પોતે નિર્દોષ હોવાનું અને પોતાના ખાતામાં કોઈ રકમ જમા ન થયેલ હોવાનું અને પોતે કોઈ આર્થિક ગેરલાભ ન મેળવેલ હોવાનું તેમજ કોઈ ગુન્હાહિત ઈતિહાસ ન હોવાનું જણાવેલ હતું. જામીનઅરજીનો વિરોધ કરવામાં આવેલ હતો અને રજુઆત કરવામાં આવેલ હતી કે આરોપી વિરુદ્ધ ગંભીર પ્રકારના ગુન્હાનો આક્ષેપ હોય, ગુન્હાહિત કાવતરું રચી ખુબ મોટી રકમની છેતરપિંડી કરી હોવા બાબતે ઉચ્ચ ન્યાયાલયોનાં ચુકાદાઓ રજૂ કરતા કોર્ટ દ્વારા મુખ્ય આરોપી આશિષભાઈનાં પત્ની દિપાબેનની જામીનઅરજી નામંજુર કરવાનો હુકમ કરીને દેથલીયા દંપતીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતોઆ કામમાં સરકારપક્ષે સરકારી વકીલ રશ્મીનભાઈ ગોસાઈ તથા મુળ ફરીયાદી વતી મદદમાં એડવોકેટ પ્રેમરાજસિંહ રૂપરાજસિંહ પરમાર રોકાયા હતા.

