Harpalsinh Jadeja,Rajkot,તા.19
શહેરમાં રહેતા યુવાને મિત્રતાના દાવે આપેલી રકમ ચૂકવવા આપેલો ચેક રીર્ટન કેસમાં મુકેશભાઈ સોઢાને એક વર્ષની કેદની સજા અને બે લાખ વળતર પેટે ફરીયાદીની ચુકવી આપવા હુકમ કરવામાં આવેલ છે.
વધુ વિગત મુજબ શહેરમાં રહેતા મુકેશભાઈ જેન્તીભાઈ સોઢાને આર્થિક જરૂરિયાત ઉપસ્થિત થતા મિત્રતાના દાવે ભાવેશભાઈ ભુપતભાઈ લામકા પાસેથી રૂપીયા બે લાખ હાથ ઉછીના લીધા હતા ત્યારબાદ આ રકમ ચુકવવા માટે રૂપીયા ૨ લાખનો ચેક આપેલ હતો.જે ચેક “ફન્ડ ઈન્સફીસીયન્ટ”ના શેરા સાથે પરત ફરેલ જેથી
ભાવેશભાઈ લામકાએ વકીલ મારફત મુકેશભાઈ સોઢાને લીગલ ડીમાન્ડ નોટીસ આપેલ તેમ છતાં ચેક મુજબની રકમની ચુકવણી આરોપીએ કરેલ નહી જેથી તેની સામે ફોજદારી ફરીયાદ દાખલ કરી હતી. આ કેસ ચાલી જતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરીયાદીએ કરેલ ફરીયાદ તથા રજુ થયેલ પુરાવો ધ્યાને લઈ ચીફ.જયુ.મેજી.એ આરોપી મુકેશભાઈ સોઢાને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને રૂપીયા બે લાખ વળતર ફરીયાદીને ચુકવી આપવાનો હુકમ કરેલ છે. ફરીયાદી વતી એડવોકેટ આશિષ આર.ડોબરીયા અને સાગર વાય.જોષી રોકાયા હતાં.

