Surendranagar, તા.22
સુરેન્દ્રનગર જિલ્લામાં નીટની રીટેસ્ટ યોજવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ પાંચ જેટલા કેન્દ્ર ઉપર નીટ ની પરીક્ષા યોજવામાં આવી હતી જેમાં સુરેન્દ્રનગર શહેરની આરપીપી ગર્લ્સ હાઇસ્કુલ આરએ પટેલ બોયઝ હાય સ્કૂલ કેપી ગર્લ્સ હાઇસ્કુલ અને પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ધાંગધ્રા અને પી એમ જવાહર નવોદય વિદ્યાલય ખાતે પરીક્ષાના કેન્દ્ર આપવામાં આવ્યા હતા કુલ 1005 જેટલા વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપવા અંગે એના ફોર્મ ભર્યા હતા પરંતુ તે પૈકી 800થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવ્યા હતા અને કેન્દ્ર ઉપર પહોંચી અને પરીક્ષા આપી હતી.
નીટની પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરીતી ન થાય અથવા તો પ્રશ્ન ન સર્જાય તે માટે પાંચ કેન્દ્ર ઉપર 55 જેટલા પોલીસ અધિકારીઓને તેના કરી નાખવામાં આવ્યા હતા આ ઉપરાંત ડીવાયએસપી અને ખુદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા પરીક્ષા દરમિયાન તમામ પરીક્ષા કેન્દ્રનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને ત્રણ લેયરમાં ચેકિંગ કામગીરી બાદ જ પરીક્ષા સ્થળ ઉપર એન્ટ્રી આપવામાં આવી હતી.
પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અથવા તો પ્રશ્ન ન સર્જાય તેની તકેદારી રાખવામાં આવી હતી ત્યારે ખાસ કરીને જે વિદ્યાર્થીઓએ ધાતુના ઘરેણા પહેર્યા હતા તે કઢાવી નાખવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક ઘડિયાળ મોબાઇલ ફોન અન્ય ઈલેક્ટ્રીક માધ્યમો પણ પરીક્ષા કેન્દ્રની બહાર મુકાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જ પરીક્ષાની અંદર પ્રવેશ આપવા દેવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓએ ફરજિયાત અડધી બાયના કપડા પહેરવાના આદેશ આપવામાં આવ્યા હતા તે પ્રમાણે વિદ્યાર્થીઓએ પણ પાલન કર્યું હતું.
પેપર પણ એકંદરે સહેલું રહ્યું હતું ત્યારે વિદ્યાર્થીઓમાં પણ આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી ત્યારે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં નીટની પરીક્ષા પૂર્ણ થઈ છે ત્યારે વહીવટી તંત્ર પોલીસ વિભાગ અને શિક્ષણ વિભાગે પણ આ પરીક્ષા પૂર્ણ થતા રાહતનો શ્વાસ અનુભવ્યો છે.

