Junagadh,તા.૨૩
Junagadh જિલ્લાના કેશોદ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે વધુ એક સગીરા પર દુષ્કર્મની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પોરબંદરમાં ય્ઇડ્ઢના જવાન તરીકે ફરજ બજાવતા અરમાન યુસુફભાઈ મકવાણા નામના શખ્સે એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી, તેના વાંધાજનક ફોટા પાડી, સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, આ ઘટનાની શરૂઆત ડિસેમ્બર ૨૦૨૪માં થઈ હતી. કેશોદ નજીકના ગામમાં રહેતી ભોગ બનનાર યુવતી જ્યારે ૧૭ વર્ષની સગીર વયની હતી, ત્યારે તેના કાકાના દીકરાના લગ્ન પ્રસંગ દરમિયાન તેનો સંપર્ક પોરબંદરના ઓતડા ગામના વતની અરમાન મકવાણા સાથે થયો હતો. લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ બંને વચ્ચે સોશિયલ મીડિયા પર વાતચીત શરૂ થઈ હતી. થોડા સમયમાં જ આરોપી અરમાને સગીરાને પ્રેમજાળમાં ફસાવી અને ત્યારબાદ બંને અવારનવાર એકબીજાને મળવા જતા હતા.
આરોપીએ સગીરાને વિશ્વાસમાં લઈને પોરબંદર બોલાવી હતી, જ્યાં તેની સાથે જબરદસ્તીથી પ્રથમ વખત દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન નરાધમ આરોપીએ પોતાના મોબાઈલ ફોનમાં સગીરાના કેટલાક વાંધાજનક ફોટા પાડી લીધા હતા. આ ફોટાનો હથિયાર તરીકે ઉપયોગ કરીને આરોપીએ સગીરાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું.
ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપીને આરોપી અરમાને સગીરાને અવારનવાર પોરબંદર પોતાના ઘરે બોલાવી દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહીં, ગત ૧૫ એપ્રિલ ૨૦૨૬ના રોજ આરોપી સગીરાના ઘરે પણ આવી પહોંચ્યો હતો અને ત્યાં પણ બ્લેકમેલ કરીને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
હાલ ભોગ બનનાર યુવતી પુખ્ત વયની થઈ ગઈ છે, પરંતુ આ ગુનો આચરાયો તે સમયે તે સગીર વયની હોવાથી કેશોદ પોલીસે તેની ઉંમરને ધ્યાનમાં રાખીને આરોપી અરમાન યુસુફભાઈ મકવાણા વિરુદ્ધ પોક્સો એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની દુષ્કર્મની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી અરમાન છેલ્લા એક વર્ષથી પોરબંદર ય્ઇડ્ઢમાં જવાન તરીકે નોકરી કરે છે.

