(મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૨૨
અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા જિલ્લમાં ગુન્હો આચરી અને લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ જેના લાલ શાહીના આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે રાજુલા પોલિસ સ્ટેશનના પોલિસ ઇન્સ. વી.એમ.કોલાદરા રાહબારી હેઠળ રાજુલા પોલિસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ તથા હિંડોરણા બીટને ખાસ સુચન આપેલ હતી. અને લાંબા સમયથી નાસતા ફરતા અને લાલશાહીના આરોપીઓ જાફરાબાદ તાલુકના ભટવદર ગામે રહેતા અને ડ્રાઇવિંગ કરતા લાલજીભાઈ સામતભાઈ જોળીયા, જાફરાબાદ તાલુકના નાગેશ્રી ગામે પહેલી પાટી શેરીમાં રહેતા અજયભાઇ જાદવભાઇ સાંખટ નામના ખેડુત તથા તેમના ભાઇ રામુભાઇ જાદવભાઇ સાંખટે રાજુલા પોલીસ સ્ટેશનના .. ક.૩૧૦(૨), ૧૧૫(૨), ૬૧(૨) મુજબનો ગુન્હો કરેલ હોય અને જેમા કુલ છ આરોપીઓ હતા. જેમાના ત્રણ આરોપીઓ અગાઉ પકડાઇ ગયેલ હોય અને તેમના નિવેદન બાદ બાકીના ત્રણ આરોપીઓના નામ ખુલવા પામેલ હતા.અને જે ત્રણેય આરોપીઓને પોતાની ધરપકડ ટાળવા સારૂ છેલ્લા આઠ મહિનાથી નાસતા ફરતા હતા. અને જે આ ત્રણેય આરોપીઓને ચાર્જશીટમાં લાલ શાહીથી દર્શાવેલા હતા. આ ત્રણેય આરોપીઓને રાજુલા પોલિસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ તથા હિંડોરણા બીટ દ્વારા શોધી કાઢી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

