૩ લાખના રોકડ ઇનામો સાથે ભારતભરના ચેસ ખેલાડીઓ માટે સુવર્ણ તક
Rajkot તા.૨૩
ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન, ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન (ૠજઈઅ) તથા જ્યોતિ ફાઉન્ડેશન-રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે પ્રથમ વખત જ્યોતિ ઈગઈ ઇન્ટરનેશનલ ક્લાસિકલ ૧૮૦૦ ફિડે રેટિંગ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૬‘સ્ત્ર નું આયોજન આગામી તા. ૧૦ થી ૧૨ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન વડોદરા ખાતે કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસીય પ્રતિષ્ઠિત સ્પર્ધા વડોદરાના સામા ઇન્ડોર સ્પોટ્ર્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે. તમામ ખેલાડીઓ તથા વાલીઓના આરામને ધ્યાનમાં રાખી સમગ્ર ટુર્નામેન્ટ સંપૂર્ણ સેન્ટ્રલાઇડ એર-કન્ડીશન્ડ હોલમાં યોજાશે.આ સ્પર્ધામાં કુલ ૯ રાઉન્ડ ક્લાસિકલ ફોર્મેટ મુજબ રમાશે. દરેક ખેલાડીને ૩૦ મિનિટ સાથે પ્રતિ ચાલ ૩૦ સેકન્ડનો વધારો (૩૦+૩૦ ઈંક્ષભયિળયક્ષિં) આપવામાં આવશે.
આ ટુર્નામેન્ટ ફિડે રેટિંગ માટે માન્ય રહેશે. સ્પર્ધામાં કુલ રૂ. ૩,૦૦,૦૦૦ના રોકડ ઇનામો જાહેર કરવામાં આવ્યા છે. ઓપન કેટેગરીમાં પ્રથમ ક્રમે જીતનાર ખેલાડીને રૂ. ૩૨,૦૦૦, દ્વિતીય રૂ. ૨૩,૦૦૦, તૃતીય રૂ. ૧૧,૦૦૦, ચોથા ક્રમાંકને રૂ. ૭,૦૦૦, પાંચમા રૂ. ૫,૦૦૦, છઠ્ઠા રૂ. ૪,૦૦૦, સાતમા રૂ. ૩,૫૦૦, આઠમા રૂ. ૩,૦૦૦ તેમજ નવમા અને દસમા ક્રમે જીતનાર ખેલાડીઓને રૂ. ૨,૦૦૦-૨,૦૦૦ના ઇનામો આપવામાં આવશે. ૧૧ થી ૧૫ મા ક્રમ સુધીના ખેલાડીઓને રૂ. ૧,૫૦૦ના રોકડ ઇનામો એનાયત કરાશે.
આ ઉપરાંત વિવિધ વિશેષ શ્રેણીઓ જેવી કે ૧૪૦૦-૧૪૯૯ રેટિંગ, ૧૫૦૦-૧૫૯૯ રેટિંગ, ૧૬૦૦-૧૬૯૯ રેટિંગ, બેસ્ટ અનરેટેડ, બેસ્ટ વડોદરા પ્લેયર, શ્રેષ્ઠ અનુભવી ખેલાડી, બેસ્ટ અન્ડર-૧૧ તથા બેસ્ટ અન્ડર-૧૭ વયજુથમાં પ્રથમ પાંચ ક્રમે જીતનાર ખેલાડીઓને રૂ. ૧૦,૦૦૦ થી રૂ. ૨,૦૦૦ સુધીના વિશેષ રોકડ ઇનામો આપવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓ માટે અઈંઈઋ સીઝન ૨૦૨૬-૨૭ ની નોંધણી ફરજિયાત રાખવામાં આવી છે.
નોંધણી માટેની અંતિમ તારીખ તા. ૦૯ જુલાઈ, ૨૦૨૬ છે. પ્રારંભિક નોંધણી ફી ૩૦ જૂન સુધી રૂ. ૧,૦૦૦, જુલાઈ ૦૧ થી રૂ. ૧૨૫૦ અને ૬ જુલાઈથી મોડી નોંધણી માટે રૂ. ૧૫૦૦ નક્કી કરવામાં આવી છે. સ્પર્ધામાં નોંધણી માટે ખેલાડીઓએ ₹વિિંાંત//રજ્ઞળિત.લહય/સઊંયતઊતઈણુડ્ઢઝજ્ઞુગટસ૭%૨૦ લિંક મારફતે ઓનલાઈન ફોર્મ ભરવું જરૂરી છે. જ્યોતિ ઈગઈ ઓટોમેશન લિમિટેડના ગ્રાહકો, કર્મચારીઓ તથા તેમના નજીકના પરિવારજનો માટે પ્રવેશ ફી સંપૂર્ણપણે માફ રાખવામાં આવી છે.

