Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    25 જૂનનું પંચાંગ

    June 24, 2026

    25 જૂનનું રાશિફળ

    June 24, 2026

    Gondal મકાનમાંથી 580 બોટલ દારૂ ઝડપાયો

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 25 જૂનનું પંચાંગ
    • 25 જૂનનું રાશિફળ
    • Gondal મકાનમાંથી 580 બોટલ દારૂ ઝડપાયો
    • Rajkot: મોસ્ટ લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધી આખરે ઝડપાયો
    • Rajkot: ખરીદેલ મકાનના દસ્તાવેજમાં સહી કરવા માટે બે લાખની માંગણી કરતા યુવાને ફિનાઇલ પીધું
    • Rajkot: ડમ્પરનો વીડિયો ઉતારતા પ્રોઢ પર ટોળાનો હુમલો
    • Rajkot: ટ્રકે બાઇકને ઠોકરે લેતા અણિયારી ગામના યુવાનનું મોત
    • Rajkot: બે જ્જના ગેરવર્તનના મામલે , વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Ronaldo ૬ વર્લ્ડકપમાં ગોલ કરનાર પહેલો ફૂટબોલર
    ખેલ જગત

    Ronaldo ૬ વર્લ્ડકપમાં ગોલ કરનાર પહેલો ફૂટબોલર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વર્તમાન ટુર્નામેન્ટમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ૨ ગોલ થઈ ચૂક્યા છે. તે પ્રથમ મેચમાં ડીઆર કોંગો સામે ગોલ કરી શક્યો નહોતો

    Mexico, તા.૨૪

    પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ૬ ફૂટબોલ વર્લ્ડકપમાં ગોલ કરનાર દુનિયાના પ્રથમ ખેલાડી બની ગયો છે. ૪૧ વર્ષના રોનાલ્ડોએ હ્યુસ્ટન સ્ટેડિયમમાં ઉઝબેકિસ્તાન સામે છઠ્ઠી મિનિટે ગોલ કરીને આ રેકોર્ડ બનાવ્યો. ત્યારબાદ તેણે ૩૯મી મિનિટે બીજો ગોલ પણ કર્યો. આ જ ગોલની મદદથી પોર્ટુગલે ૫-૦થી જીત મેળવી.રોનાલ્ડો પોર્ટુગલ માટે વર્લ્ડકપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી પણ બન્યો. તેના નામે ૧૦ ગોલ છે. તેણે પોર્ટુગલના સ્ટ્રાઈકર યુસેબિયોના ૯ ગોલને પાછળ છોડ્યા.રોનાલ્ડોએ ૨૦૦૬, ૨૦૧૦, ૨૦૧૪, ૨૦૧૮, ૨૦૨૨ અને હવે ૨૦૨૬ વર્લ્ડકપમાં ગોલ કર્યા છે. તેના પછી આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સી છે. તેણે ૨૦૧૦ સિવાય ૨૦૦૬, ૨૦૧૪, ૨૦૧૮, ૨૦૨૨ અને ૨૦૨૬ વર્લ્ડ કપમાં ગોલ કર્યા છે.પોર્ટુગલ માટે રોનાલ્ડો ઉપરાંત નુનો મેન્ડેસ (૧૭મી મિનિટ) અને રાફેલ લેઓ (૮૭મી મિનિટ)એ ગોલ કર્યા. ૫૯મી મિનિટે ઉઝબેકિસ્તાનના ગોલકીપર અબ્દુવોહિદ નેમાતોવથી બોલ અથડાઈને ગોલમાં જતો રહ્યો. તેને ઑન ગોલ માનવામાં આવ્યો.વર્તમાન ટુર્નામેન્ટમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ૨ ગોલ થઈ ચૂક્યા છે. તે પ્રથમ મેચમાં ડીઆર કોંગો સામે ગોલ કરી શક્યો નહોતો.મેચની શરૂઆતથી જ પોર્ટુગલ આક્રમક દેખાયું. ચોથી મિનિટે નુનો મેન્ડેસના ક્રોસ પર રોનાલ્ડો તક ચૂકી ગયો, પરંતુ બે મિનિટ પછી તેણે ભૂલનું પુનરાવર્તન ન કર્યું. જોઆઓ કેન્સિલોના લો ક્રોસ પર રોનાલ્ડોએ શાનદાર રાઇટ-ફૂટેડ શોટ મારીને બોલને નેટમાં પહોંચાડ્યો. આ જ ગોલ સાથે તે ૬ વર્લ્ડકપમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો.૧૪મી મિનિટે ઉઝબેકિસ્તાનના ખામરોબેકોવે પેડ્રો નેટોને ફાઉલ કર્યો. અહીં પોર્ટુગલને ળી-કિક મળી. બધાને લાગ્યું કે રોનાલ્ડો શોટ લેશે, પરંતુ તેણે બોલ છોડી દીધો અને નુનો મેન્ડેસે ૧૭મી મિનિટે શાનદાર લો શોટ મારીને સ્કોર ૨-૦ કર્યો.૨૯મી મિનિટે ઉઝબેકિસ્તાનના અઝીઝ ગાનિવે દૂરથી શોટ મારીને બોલને ગોલપોસ્ટના ટોપ કોર્નરમાં પહોંચાડી દીધો હતો. જોકે, રિવ્યુમાં પોર્ટુગલના જોઆઓ કેન્સિલો પર ફાઉલ જોવા મળ્યો અને ગોલ આપવામાં આવ્યો નહીં.૩૮મી મિનિટે બ્રુનો ફર્નાન્ડિસે મિડફિલ્ડમાંથી શાનદાર થ્રુ બોલ આપ્યો. રોનાલ્ડો ડિફેન્સમાંથી બહાર નીકળીને આગળ વધ્યા અને બોલને પોસ્ટની અંદર પહોંચાડી દીધો. આ ગોલ સાથે તેણે વર્લ્ડકપમાં પોતાનો ૧૦મો ગોલ કર્યો અને યુસેબિયોનો રેકોર્ડ તોડી નાખ્યો. પ્રથમ હાફ સુધી પોર્ટુગલ ૩-૦થી આગળ હતું.

    6 World Cups. first footballer Ronaldo
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    ૯૪મા જન્મદિવસે જ ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર Bob Blair નું ઇંગ્લેન્ડમાં અવસાન

    June 24, 2026
    ખેલ જગત

    18 ગોલ સાથે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સર્વોચ્ચ શિખરે પહોંચતો Messi

    June 24, 2026
    ખેલ જગત

    World Cupમાં રોહિત-વિરાટ સારૂ પરફોર્મ કરશે: ગેરંટી લેતો Mohammad-Kaif

    June 24, 2026
    ખેલ જગત

    FIFA World Cup 2026: રોનાલ્ડોના ઐતિહાસિક રેકોર્ડ સાથે પોર્ટુગલની ધમાકેદાર જીત

    June 24, 2026
    ખેલ જગત

    ગ્રુપ ટોપર બનવાનાં લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે Brazil

    June 24, 2026
    ખેલ જગત

    દીકરાઓ સાથે મેસીને ચીયર કરવા પહોંચી Shakira

    June 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    25 જૂનનું પંચાંગ

    June 24, 2026

    25 જૂનનું રાશિફળ

    June 24, 2026

    Gondal મકાનમાંથી 580 બોટલ દારૂ ઝડપાયો

    June 24, 2026

    Rajkot: મોસ્ટ લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધી આખરે ઝડપાયો

    June 24, 2026

    Rajkot: ખરીદેલ મકાનના દસ્તાવેજમાં સહી કરવા માટે બે લાખની માંગણી કરતા યુવાને ફિનાઇલ પીધું

    June 24, 2026

    Rajkot: ડમ્પરનો વીડિયો ઉતારતા પ્રોઢ પર ટોળાનો હુમલો

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    25 જૂનનું પંચાંગ

    June 24, 2026

    25 જૂનનું રાશિફળ

    June 24, 2026

    Gondal મકાનમાંથી 580 બોટલ દારૂ ઝડપાયો

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.