Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    25 જૂનનું પંચાંગ

    June 24, 2026

    25 જૂનનું રાશિફળ

    June 24, 2026

    Gondal મકાનમાંથી 580 બોટલ દારૂ ઝડપાયો

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 25 જૂનનું પંચાંગ
    • 25 જૂનનું રાશિફળ
    • Gondal મકાનમાંથી 580 બોટલ દારૂ ઝડપાયો
    • Rajkot: મોસ્ટ લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધી આખરે ઝડપાયો
    • Rajkot: ખરીદેલ મકાનના દસ્તાવેજમાં સહી કરવા માટે બે લાખની માંગણી કરતા યુવાને ફિનાઇલ પીધું
    • Rajkot: ડમ્પરનો વીડિયો ઉતારતા પ્રોઢ પર ટોળાનો હુમલો
    • Rajkot: ટ્રકે બાઇકને ઠોકરે લેતા અણિયારી ગામના યુવાનનું મોત
    • Rajkot: બે જ્જના ગેરવર્તનના મામલે , વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: ડમ્પરનો વીડિયો ઉતારતા પ્રોઢ પર ટોળાનો હુમલો
    રાજકોટ

    Rajkot: ડમ્પરનો વીડિયો ઉતારતા પ્રોઢ પર ટોળાનો હુમલો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     ઇજાગ્રસ્તે પોલીસને ફોન કરતા જ ત્રણ લોકો કારમાં ધસી આવી મોબાઈલ ઝૂંટવી જાનથી મારી નાખવાની ધમકી આપી

     Rajkot,તા.24
    શહેરના એઇમ્સ હોસ્પિટલ રોડ નજીક રેતીનું ઓવરલોડ ભરેલુ ડમ્પરો રોકી તેનો વીડિયો ઉતારવા બાબતનો ખાર રાખીને ૧૫ થી ૧૬ શખ્સોના ટોળાએ પ્રોઢ પર સોડાની બોટલ તથા ગાડીના જેક વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. હુમલામાં ઘવાયેલા પ્રોઢને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, શહેરના રેલનગર વિસ્તારમાં આવેલા અમૃત હેરીટેજ વિલામાં રહેતા અને ખેતી તેમજ બિલ્ડિંગ મટીરીયલ સપ્લાયનો વ્યવસાય કરતા વિજયભાઈ નવઘણભાઈ કોઢીયાળ (આહીર) (ઉં.વ. ૪૧) ગાડી લઈને પરાપીપળીયા ગામે આવેલા પોતાના તબેલે જતા હતા. દરમિયાન એઇમ્સ હોસ્પિટલ મેઇન રોડ પર તેમની આગળ રેતી ભરેલા ત્રણ ઓવરલોડ ડમ્પર જઈ રહ્યા હતા. તેમાંથી એક ડમ્પરના ચાલકે વિજયભાઈની થાર ગાડી પર ડમ્પર દબાવતા અકસ્માત સર્જાતા રહી ગયો હતો. આથી વિજયભાઈએ મુરલીધર સર્કલથી થોડે આગળ ત્રણેય ઓવરલોડ ડમ્પરોને રોક્યા હતા અને પોતાના મોબાઈલ ફોનમાં તેનો વીડિયો ઉતારી ‘૧૧૨’ નંબર પર ફોન કરી પોલીસને જાણ કરી હતી. વિજયભાઈ વીડિયો ઉતારી રહ્યા હતા તે જ સમયે ત્યાં ક્રેટા, સ્કોર્પીયો અને સ્વીફ્ટ જેવી ત્રણ ફોરવ્હીલ કારમાં ૧૫ થી ૧૬ જેટલા શખ્સોનું ટોળું ધસી આવ્યું હતું. જેમાં માધવ મચ્છાભાઇ ઢુંગા, અજય ઢુંગા, મેહુલભાઇ ભરવાડ, રેવાભાઈ ભરવાડ અને સુરાભાઈ ભરવાડ સહિતના આરોપીઓએ વિજયભાઈને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન અજય નામના શખ્સે વિજયભાઈનો મોબાઈલ ફોન બળજબરીપૂર્વક ઝૂંટવી  આડેધડ માર માર્યો હતો. આ હુમલાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને વિજયભાઈના નાના ભાઈ હરેશભાઈ પણ ત્યાં પહોંચી ગયા હતા. લોહીલુહાણ હાલતમાં વિજયભાઈને ૧૦૮ મારફતે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ક્રાઇસ્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે હોસ્પિટલ પહોંચી ભોગ બનનારની ફરિયાદના આધારે હુમલાખોરો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: મોસ્ટ લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધી આખરે ઝડપાયો

    June 24, 2026
    રાજકોટ

    Rajkot: ખરીદેલ મકાનના દસ્તાવેજમાં સહી કરવા માટે બે લાખની માંગણી કરતા યુવાને ફિનાઇલ પીધું

    June 24, 2026
    રાજકોટ

    Rajkot: ટ્રકે બાઇકને ઠોકરે લેતા અણિયારી ગામના યુવાનનું મોત

    June 24, 2026
    રાજકોટ

    Rajkot: બે જ્જના ગેરવર્તનના મામલે , વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ

    June 24, 2026
    રાજકોટ

    Rajkot મનપામાં ડામર કૌભાંડના આક્ષેપ, ભાજપના કોર્પોરેટરે જ ઉઠાવ્યા સવાલ

    June 24, 2026
    રાજકોટ

    Rajkot: ધારાસભ્ય રમેશ ટીલાળાની ઉપસ્થિતિમાં પ્રગતિનો પ્રવેશોત્સવ-૨૦૨૬નો ઉત્સાહભેર પ્રારંભ

    June 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    25 જૂનનું પંચાંગ

    June 24, 2026

    25 જૂનનું રાશિફળ

    June 24, 2026

    Gondal મકાનમાંથી 580 બોટલ દારૂ ઝડપાયો

    June 24, 2026

    Rajkot: મોસ્ટ લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધી આખરે ઝડપાયો

    June 24, 2026

    Rajkot: ખરીદેલ મકાનના દસ્તાવેજમાં સહી કરવા માટે બે લાખની માંગણી કરતા યુવાને ફિનાઇલ પીધું

    June 24, 2026

    Rajkot: ટ્રકે બાઇકને ઠોકરે લેતા અણિયારી ગામના યુવાનનું મોત

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    25 જૂનનું પંચાંગ

    June 24, 2026

    25 જૂનનું રાશિફળ

    June 24, 2026

    Gondal મકાનમાંથી 580 બોટલ દારૂ ઝડપાયો

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.