New York, તા. 26
ફિફા વર્લ્ડ કપ 2026 ની અડધી સફર બુધવારે પૂરી થઈ ગઈ છે. આ દરમિયાન ગોલનો વરસાદ થયો છે અને કેટલાય રેકોર્ડ્સ તૂટ્યાં છે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી પ્રત્યેક મેચમાં સરેરાશ ગોલ (2.98) પાછલાં 50 વર્ષથી વધુના વર્ષોમાં સર્વાધિક છે. આ વર્ષે પહેલી વાર ટૂર્નામેન્ટમાં 172 મેચો થવાની છે અને આ જ કારણે આ વખતે વર્લ્ડ કપમાં અત્યાર સુધીનાં ઇતિહાસનાં સર્વાધિક ગોલનો નવો રેકોર્ડ બની જશે.
આ પહેલાં 1982 માં સ્પેનમાં સરેરાશ 2.81 ગોલ થયાં હતાં, જ્યારે 1970 માં મેક્સિકોમાં 2.97 ગોલ અને 1958 માં સ્વીડનમાં 3.60 ગોલ થયા હતા. સ્વિટ્ઝરલેન્ડમાં 1954 માં થયેલાં વર્લ્ડ કપમાં પ્રત્યેક મેચમાં સરેરાશ 5.38 ગોલ થયાં હતાં, જે તે ટૂર્નામેન્ટમાં એક મેચમાં સરેરાશ સૌથી વધુ ગોલનો ઇતિહાસ ધરાવે છે.
* અત્યાર સુધી કુલ મેચ : 54
* અત્યાર સુધી કુલ ગોલ : 161
* 68 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો : ગ્રુપ સ્ટેજની શરૂઆતની 45 મેચોમાં ગોલની સરેરાશ 3.09 પ્રતિ મેચ રહી.
અડધી સફર સુધીની ટોપ પરફોર્મિંગ ટીમોએ કરેલા ગોલ
* જર્મની : 9 ગોલ
* કેનેડા : 8 ગોલ
* બ્રાઝિલ : 7 ગોલ
* નોર્થ આઇરલેેન્ડ : 7 ગોલ
* નેધરલેન્ડ્સ : 7 ગોલ
* સ્વિટ્ઝરલેન્ડ : 7 ગોલ
ગોલ કરવા માટેના કરેલ પ્રયાસો
* જર્મની : 42
* કેનેડા : 59
* બ્રાઝિલ : 40
* નોર્થ આઇરલેેન્ડ : 24
* નેધરલેન્ડ્સ : 20
* સ્વિટ્ઝરલેન્ડ : 45
45 ગોલ : મેચોમાં ગ્રુપ સ્ટેજના 137 ગોલનો આંકડો પાર થઈ ગયો હતો, જેણે 2014 વર્લ્ડ કપના 136 ગોલના પાછલાં ગ્રુપ સ્ટેજ રેકોર્ડને ધ્વસ્ત કર્યો.
રાઉન્ડ ઓફ 32 માં પહોંચેલી ટીમો
ગ્રુપ-A, ગ્રુપ-B, ગ્રુપ-C, ગ્રુપ-D, ગ્રુપ-E, ગ્રુપ-F, ગ્રુપ-G, ગ્રુપ-H, ગ્રુપ-I, ગ્રુપ-J, ગ્રુપ-K માંથી ક્વોલિફાય થયેલી ટીમો : મેક્સિકો, સાઉથ આફ્રિકા, સ્વિટ્ઝરલેન્ડ, કેનેડા, બોસ્નિયા-હર્ઝેગોવિના, બ્રાઝિલ, મોરોક્કો, યુએસએ, જર્મની, ફ્રાન્સ, ઈટાલી, આર્જેન્ટિના, કોલમ્બિયા.
બહાર થઈ ચૂકેલી ટીમો
ચેકિયા, કતાર, તુર્કિયે, ટ્યુનિશિયા, જોર્ડન, પનામા.
“બધું ખૂબ સારું ચાલી રહ્યું છે. સૌથી સારું આવવાનું તો હજી બાકી છે.”
– જિયાની ઇન્ફેન્ટિનો, પ્રેસિડેન્ટ, ફિફા
વિનિસિયસનો જડબાતોડ જવાબ
બ્રાઝિલના સ્ટાર વિનિસિયસ જુનિયરના આલોચકો કહી રહ્યાં હતા કે તે ફૂટબોલની સૌથી મોટી સ્ટેજ પર વધુ ગોલ નથી કરી શકતો. આ જ રીતે તે રિયલ મેડ્રિડ માટે કરે છે. વિનિસિયસે આલોચકોને જડબાતોડ જવાબ આપ્યો છે. તેણે ગ્રુપ સ્ટેજની ત્રણ મેચોમાં 4 ગોલ કર્યા છે. તે ટૂર્નામેેન્ટમાં 4 ગોલ કરી ચૂક્યો છે.
સાઉથ આફ્રિકા પહેલી વાર, બ્રાઝિલ 21 મી વાર
થિએરી મિન્ડીના ગોલથી સાઉથ આફ્રિકાએ સાઉથ કોરિયા પર 1-0 થી જીત હાસિલ કરીને પહેલી વાર વર્લ્ડ કપના નોકઆઉટ સ્ટેજમાં પ્રવેશ કર્યો છે. આ જીતથી સાઉથ આફ્રિકા ગ્રુપ-A માં મેક્સિકો બાદ બીજા સ્થાન પર રહ્યું.
બીજી તરફ, વિનિસિયસ જુનિયરે પોતાનું જાદુઈ પ્રદર્શન જારી રાખતાં બે ગોલ કર્યા, જ્યારે મેથ્યુસ કુન્હાએ પણ એક ગોલ કર્યો જેના કારણે બ્રાઝિલે સ્કોટલેન્ડને 3-0 થી હરાવીને ગ્રુપ-C માં ટોપ પર રહેતાં રાઉન્ડ ઓફ 32 માં પ્રવેશ કર્યો. બ્રાઝિલની ટીમ 21મી વાર નોકઆઉટમાં પહોંચી છે.

