New Delhi,તા.26
આયર્લેન્ડ સામેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ માટે ભારતીય ક્રિકેટ ટીમની તૈયારીઓની શરૂઆત ખરાબ રહી. બેલફાસ્ટ પહોંચ્યા પછી, ટીમને નબળી તાલીમ સુવિધાઓનો સામનો કરવો પડ્યો, જોકે આ સમસ્યા ટૂંક સમયમાં ઉકેલાઈ ગઈ.
દરમિયાન, પ્રેકિ્ટસ સત્ર દરમિયાન સૌથી વધુ ચર્ચામાં રહેલો ખેલાડી યુવાન બેટ્સમેન વૈભવ સૂર્યવંશી હતો, જેણે પહેલીવાર સિનિયર ભારતીય ટીમ સાથે નેટમાં ભાગ લીધો હતો.
ભારતીય ટીમ મેનેજમેન્ટ એક પ્રેકિ્ટસ પીચ પર બોલર તરફ નજર રાખતી સાઇટસ્ક્રીન ન હોવાથી નારાજ થયું હતું. આના કારણે બેટ્સમેનોને બોલ જોવામાં મુશ્કેલી પડી હતી. BCCIના એક સૂત્રએ જણાવ્યું હતું કે ટીમના સપોર્ટ સ્ટાફે તરત જ આ મુદ્દો ક્રિકેટ આયર્લેન્ડના અધિકારીઓના ધ્યાન પર લાવ્યો હતો.
ભારતીય ટીમના ઓપરેશન મેનેજરે પણ યજમાન ટીમ સાથે વાત કરી હતી અને સિસ્ટમમાં સુધારાની વિનંતી કરી હતી. ત્યારબાદ, અધિકારીઓએ તાત્કાલિક જરૂરી ફેરફારો કર્યા અને પ્રેકિ્ટસ સામાન્ય રીતે ફરી શરૂ કરી. વૈભવ સૂર્યવંશીના આગમનથી બેલફાસ્ટમાં એક અલગ જ વાતાવરણ સર્જાયું છે, જે શહેર સામાન્ય રીતે ક્રિકેટ માટે શાંત રહે છે.
સ્થાનિક ભારતીય સમુદાયના સભ્યો યુવાન ખેલાડીની એક ઝલક જોવા માટે મેદાન અને ટીમ હોટલમાં મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. NRI ચાહકો સૂર્યવંશી સાથે ફોટા અને ઓટોગ્રાફ માટે દોડધામ કરતા જોવા મળે છે. તેમની લોકપ્રિયતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે ભારતીય ટીમ જ્યાં પણ આવે ત્યાં યુવા બેટ્સમેન ધ્યાનનું કેન્દ્ર રહે છે.

