New York,તા.26
ફ્રાન્સના કિલિયન એમબાપે અને નોર્વેના ઇર્લિંગ હાલેન્ડ વચ્ચેનાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મુકાબલા પર આખી દુનિયાની નજર ; ગ્રુપ-I ની ટોચની ટીમનો થશે નિર્ણય
ફ્રાન્સના કિલિયન એમબાપે અને નોર્વેના ઇર્લિંગ હાલેન્ડ વચ્ચેનાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચને બે નવી પેઢીનાં સૌથી મોટા સિતારાઓની રોમાંચક ટક્કર તરીકે જોવામાં આવી રહી છે. બોસ્ટનમાં રમાનારો આ મુકાબલો ગ્રુપ-I ની ટોચની ટીમ કઈ બનશે તેનો નિર્ણય પણ કરશે.
ગોલ્ડન બૂટની જંગ
બંને ખેલાડીઓ બે મુકાબલામાં અત્યાર સુધી ચાર-ચાર ગોલ કરી ચુક્યાં છે. એમબાપે અને હાલેન્ડ વચ્ચે ગોલ્ડન બૂટ મેળવવા માટે મેસી (5 ગોલ) સાથે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે.
મેદાનના `સુલતાન’: એમબાપે વિરુદ્ધ હાલેન્ડ
કિલિયન એમબાપે (ફ્રાન્સ)
* 100 મેચમાં 60 ગોલ.
* 10 પાછલી મેચોમાં 10 ગોલ કરી ચૂક્યાં છે.
* 42 ગોલ પાછલાં સત્રમાં રિયલ મેડ્રિડ માટે કર્યા.
* 27 વર્ષનાં એમબાપેનો આ ત્રીજો વિશ્વ કપ છે, તેઓ એક વાર વિજેતા અને ગઈ વખતનાં રનર્સઅપ રહ્યાં છે.
* ખેલ શૈલી : રફતાર (સ્પીડ) અને ડ્રિબલિંગને કારણે કોઈ પણ ડિફેન્સને તોડી શકે છે. ગોલ કરવાની સાથે સાથે ગોલ આસિસ્ટ કરવાનાં પણ મહારથી છે.
ઇર્લિંગ હાલેન્ડ (નોર્વે)
* 52 મુકાબલામાં 59 ગોલ.
* 08 પાછલી મેચોમાં 16 ગોલ કર્યા છે.
* 38 ગોલ માન્ચેસ્ટર સિટી માટે ગયાં સત્રમાં કર્યા.
* 25 વર્ષીય હાલેન્ડ નોર્વે તરફથી પહેલી વાર કોઈ મોટી ટૂર્નામેન્ટમાં રમી રહ્યાં છે.
* ખેલ શૈલીઃ પેનાલ્ટી બોક્સમાં ચિત્તા જેવી ઝડપ. સીધો હમલો અને ગોલ કરવાની અદ્ભુત ક્ષમતા તેમની સૌથી મોટી તાકાત છે. રફતારમાં તેઓ પણ ઓછા નથી.

