New Delhi,તા.26
જ્યારે બે મોટી મેચ એક જ સમયે મેદાન પર ટકરાય છે, ત્યારે ક્રિકેટ ચાહકો માટે ટીવી સ્ક્રીન શેર કરવી મુશ્કેલ બની જાય છે. આ રવિવારે પણ આવો જ રોમાંચક વળાંક આવવાનો છે, જેને ધ્યાનમાં રાખીને ક્રિકેટ આયર્લેન્ડે એક મોટો નિર્ણય લીધો છે.
રવિવારે (28 જૂન) હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપની મોટી મેચ રમશે. તે જ સમયે, પુરૂષોની ટીમ પણ આયર્લેન્ડ સામે મેદાનમાં ઉતરશે. ચાહકો કોઈપણ વિક્ષેપ વિના બંને મેચનો સંપૂર્ણ આનંદ માણી શકે તે માટે, ભારત અને આયર્લેન્ડ વચ્ચેની બે T20 મેચનો સમય જાણી જોઈને બદલવામાં આવ્યો છે.
ક્રિકેટ આયર્લેન્ડે બુધવારે મોડી રાત્રે પુષ્ટિ આપી હતી કે ભારત સામેની બે T20 આંતરરાષ્ટ્રીય મેચ સ્થાનિક સમય મુજબ બપોરે 1ઃ30 વાગ્યે અથવા IST સાંજે 6ઃ00 વાગ્યે શરૂ થશે.
સામાન્ય રીતે, ભારતને લગતી T20 આંતરરાષ્ટ્રીય મેચો IST સાંજે 7ઃ00 વાગ્યે શરૂ થાય છે, પરંતુ આ વખતે રવિવારે ભારત-ઓસ્ટ્રેલિયા મહિલા વર્લ્ડ કપ મેચને કારણે શરૂઆતનો સમય જાણી જોઈને એક કલાક આગળ વધારવામાં આવ્યો છે. હરમનપ્રીતની ટીમ માટે આ મહત્વપૂર્ણ મેચ લોર્ડ્સ ખાતે IST સાંજે 7ઃ00 વાગ્યે શરૂ થવાની છે.
આયર્લેન્ડ શ્રેણી પછી તરત જ ઇંગ્લેન્ડમાં રમાનારી પાંચ ઝ20 આંતરરાષ્ટ્રીય મેચોનો સમય અલગ અલગ હોય છે. પરંપરાગત રીતે બે મેચો IST સાંજે 7ઃ00 વાગ્યે શરૂ થશે – બીજી T20I 4 જુલાઈએ માન્ચેસ્ટરમાં અને પાંચમી T20I 11 જુલાઈએ સાઉથમ્પ્ટનમાં – ચેસ્ટર-લે-સ્ટ્રીટ, નોટિંગહામ અને બ્રિસ્ટલમાં રમાનારી અન્ય ત્રણ મેચો IST રાત્રે 10ઃ00 વાગ્યે શરૂ થવાની છે. ત્યારબાદની ત્રણ ODI મેચો તેમના નિર્ધારિત શરૂઆતના સમયે, એટલે કે, 3:30 PM IST પર શરૂ થશે.

